જૂનાગઢની કૃષિ યુનિવર્સિટીમાં બે દિવસની મધમાખી પાલનની તાલીમ શરૂ

રોજગારી મેળવવા માટે મધુપાલન ખુબજ સારો વ્યવસાય

જૂનાગઢ : મધમાખી દિવસ અંતર્ગત જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે કીટકશાસ્ત્ર વિભાગનાં સહયોગથી મધમાખી પાલનની બે દિવસની તાલીમ તા.૨૦-૨૧/૦૫/૨૦૨૨ શરૂ કરવામાં આવેલ છે.

આ પ્રસંગે ડો.જી.આર.ગોહિલ અને ડો.ડી.એમ.જેઠવા દ્વારા મધમાખી પાલન અંગે જણાવાયુ કે આ વ્યવસાય એવો છે કે, તેમાં ખાસ કરીને રોજગારીની એક નવી તક ઉભી થાય છે. ખેતી સાથે સંકળાયેલા યુવાન અથવા લઘુ ઉદ્યોગ દ્વારા રોજગારી મેળવવા માટે મધુપાલન ખુબજ સારો વ્યવસાય છે.ખેતી સાથે સંકળાયેલા યુવાનો અથવા લઘુ ઉધોગ દ્રવારા રોજગારી મેળવવા માટે મધુપાલન ખુબજ સારો વ્યવસાય છે.

ખેતીના વ્યવસાય સાથે પુરક રોજગારી અને આવક મેળવવા મધુપાલન સારો વ્યવસાય છે. મધમાખી ફૂલોનાં રસને મધમાં ફેરવે છે અને તેને મધપૂડામાં સંગ્રહ કરે છે. જંગલમાંથી મધ એકત્ર કરવાની પધ્ધતી ઘણાં સમયથી ચાલતી આવી છે. મધ અને તેનાં ઉત્પાદોની વધતી જતી માંગને કારણે મધમાખી ઉછેર એક અલાયદા વ્યવસાય તરીકે આગળ આવી રહેલ છે.

તેની જુદી જુદી પ્રજાતી પૈકી ભારતમાં મધમાખીની ચાર પ્રજાતીઓ જોવા મળે છે ૧.રોક બી (એપિસ ડોર્સાટ) ૨.લિટલ બી (એપિસ ફ્લોરીયા) ૩. ઇન્ડીયન બી (એપિસ સેરાના ઇન્ડિકા) ૪. યુરોપિયન બી (એપિસ મેલિફેરા) ૫.ડંખ રહિત મધમાખી (ટ્રીગોના ઇરિડિપેનિસ)ભારતમાં વાર્ષિક મધ ઉત્પદન આશરે ૬૦ હજાર ટન જેટલું થાય છે. સામાન્ય રીતે મધમાખી પાલન દેશના પર્વતીય વિસ્તારોમાં વધુ વિકસિત જોવા મળે છે. પરંતુ હવે મેદાની અને ખુલ્લા વિસ્તારમાં પણ મધમાખી પાલન જોવા મળે છે. ઉતર પ્રદેશ, દક્ષિણ રાજસ્થાન, મહારષ્ટ્ર, પંજાબ અને તમિલનાડુમાં મધમાખી પાલન ખુબજ જોવા મળે છે. આ વ્યવસાય દ્વારા લોકો સારી આવક મેળવી શકે છે. વૈજ્ઞાનીક પધ્ધતીથી મધમાખી પાલનનો સમય ધણા વર્ષા પહેલા શરૂ થયઇ ગયો છે. ઘણા દેશોમા અને રાજ્યોમાં લાકડાની બનાવેલ ખાસ પ્રકારની પેટીમાં મધુપાલન કરવામાં આવે છે.