યુવાનને હનીટ્રેપમાં ફસાવી ત્રીસ લાખ નહિ આપે તો વીડિયો-ફોટા વાયરલ કરવાની ધમકી

વિસાવદરના દાદર ગામે રહેતી મહિલા સહિતના આખા પરિવારે યુવાનને હનીટ્રેપમાં ફસાવ્યો, યુવાનને માર માર્યા બાદ બદનામીના ડરે યુવાન દસ લાખ દેવા સંમત થયો પણ પછી હિંમત એકઠી કરીને ફરિયાદ નોંધાવી

જૂનાગઢ : વિસાવદરના દાદર ગામે મહિલાએ તેના પતિ સહિત ચાર સભ્યોએ એક યુવાનને હનીટ્રેપમાં ફસાવી ઘરે બોલાવી વીડિયો અને ફોટા ઉતારી લીધા બાદ મહિલા સહિતના આખા પરિવારની ટોળીએ બ્લેકમેઇલ કરો ત્રીસ લાખ રૂપિયા નહિ આપે તો વીડિયો-ફોટા વાયરલ કરવાની ધમકી આપતા અંતે દસ લાખમાં સોદો નક્કી થયો હતો. પરંતુ યુવાને હિંમત એકઠી કરીને આ ટોળકી સામે ફરિયાદ નોંધાવતા આ ટોળકીનું કારાસ્તાન બહાર આવ્યું છે.

વીસાવદર પોલીસ મથકેથી આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર મેંદરડામાં રહેતા યુવાને આરોપીઓ સચીન ગોવીંદભાઈ, સંજના સચીનભાઈ, ગોવીંદભાઈ, સચીનના બા (રહે.બધા દાદર તા.વિસાવદર) સામે ફરિયાદ નોંધાવી હતી કે, ગત તા.૧૭ના રોજ વિસાવદરના દાદર ગામે આરોપીઓએ અગાઉથી કાવતરૂ રચી ફરીયાદીને આરોપી મહિલાએ ફોન કરી આરોપીઓના ઘરે બોલાવી ઘરમા ગોંધી રાખી ફરીયાદોના પેંન્ટના ખીસામાથી કોંન્ડમ વિગેરે વસ્તુઓ ફરીયાદીની સામે રાખી વીડીયો ઉતારી ફરીયાદી પાસે રૂપીયા ત્રીસ લાખની માંગણી કરી રૂપીયા નહીં આપે તો ફોટા તથા વીડીયો વાયરલ કરવાની તેમજ બળાત્કારના ગુન્હામા ફીટ કરી દેવાની તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપી ફરીયાદીને ઢીકા પાટુનો માર મારી ગાળો બોલી લાકડાના ધોકા વડે ઘુસ્તા મારી રકઝકના અંતે ફરી પાસે રૂપીયા દશ લાખની માંગણી કરી હતી. જો કે આ યુવાને ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીઓને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.