જૂનાગઢના વૃધ્ધ નિકેતન વૃધ્ધાશ્રમમાં નવા આધારકાર્ડ, ચૂંટણીકાર્ડ અપડેટની કામગીરી કરાઈ

જૂનાગઢ : જૂનાગઢ જિલ્લા વહિવટ તંત્ર દ્વારા વૃધ્ધનિકેતન વૃધ્ધાશ્રમ જૂનાગઢ ખાતે નવા આધારકાર્ડ, ચૂંટણીકાર્ડ અપડેટ તેમજ પેન્શન પ્રમાણપત્ર સહિતની કામગીરી કરવામાં આવી હતી.

જૂનાગઢ જિલ્લા કલેક્ટરશ્રી રચિત રાજના માર્ગદર્શન હેઠળ વહિવટ તંત્ર દ્વારા છેવાડાના માનવી સુધી સરકારશ્રીની કલ્યાણકારી યોજનાના લાભ મળે એ ઉમદા હેતુ સાથે કામગીરી કરવામાં આવી રહી છે. તાજેતરમાં કલેક્ટરશ્રીના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ સ્થિત વૃધ્ધનિકેતન વૃધ્ધાશ્રમમાં કેમ્પનું આયોજન કરાયું હતું. જેમાં નવા આધારકાર્ડ, ચૂંટણીકાર્ડમાં સુધારા વધારા લાભાર્થીઓને પેન્શન યોજનાનું સર્ટીફિકેટની કામગીરી કરવામાં આવી હતી. આ ઉપરાંત વહિવટી તંત્ર દ્વારા કાર્યરત પ્રોજેક્ટ આર્શીવાદથી પણ માહિતગાર કરવામાં આવ્યા હતા.