જૂનાગઢમાં સર્ગભા ઉપર જબરજસ્તીથી દુષ્કર્મ ગુજારી બીભત્સ ફોટા વાયરલ કરવાની ધમકી આપી

સર્ગભાની ફરિયાદના આધારે દુષ્કર્મ આચરનાર આરોપી સામે ગુન્હો દાખલ

જૂનાગઢ : જૂનાગઢમાં સર્ગભાના વાસનાંધ શખ્સે જબરજસ્તીથી બીભત્સ ફોટા પાડી લઈ તેણી ઉપર બળજબરીથી દુષ્કર્મ આચારી આ અંગે કોઈને કહીશ તો બીભત્સ ફોટા વાયરલ કરી દઈશ તેવી ધમકી આપી હોવાનો બનાવ સામે આવ્યો છે. પોલીસે સર્ગભાની ફરિયાદના આધારે દુષ્કર્મ આચરનાર આરોપી સામે ગુન્હો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

જૂનાગઢમાં રહેતી સર્ગભા પરિણીતાએ મીત સોંદરવા નામના શખ્સ સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ આજથી આશરે એકાદ મહીના પેહલા કોઇપણ સમયે આરોપીએ ભોગબનનાર ફરીયાદી પ્રેગ્નેટ હોય તે જાણવા છતા તેને છરી બતાવી જબરજસ્તી તેના બીભત્સ ફોટા પાડી તેને વાઇરલ કરી દેવાની ધમકી આપી તથા ભોગ બનનારના પતિ જેલમાં હોય તેમને જેલમાંથી નહી છુટવા દેવાની ધમકી આપી ભોગ બનનારની મરજી વિરૂધ્ધ જબરજસ્તીથી બે વખત શરીર સબંધ બાંધી અને આ અંગેની કોઇને વાત કરીશ તો ફોટા વાયરલ કરી દેવાની ધમકી આપી હતી.