જમીનનો દસ્તાવેજ પોતાના નામે કરાવી દેવાનુ કહી ચાર શખ્સો યુવાન પર તૂટી પડ્યા

વંથલીના નાંદરખી ગામની ઘટનામાં ચાર શખ્સોએ લાકડી અને પાઇપ વડે માર માર્યાની ફરિયાદ નોંધાઈ

જૂનાગઢ : વંથલીના નાંદરખી ગામેં જમીનનો દસ્તાવેજ પોતાના નામે કરાવી દેવાનુ કહી ચાર શખ્સો યુવાન પર તૂટી પડ્યા હોવાનો બનાવ સામે આવ્યો છે. જેમાં
ચાર શખ્સોએ યુવાનને લાકડી અને પાઇપ વડે માર માર્યાની ફરિયાદ નોંધાઈ છે.

વંથલી પોલીસ મથકેથી આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી વિશાલભાઇ ગોકળભાઇ મારવાણીયા (ઉ.વ.૨૯ રહે.ઝાંઝરડા રોડ પેટ્રોલપંપની સામેની શેરીમા આઇકોન એપાટૅમેન્ટ બલોક નં ૫૦૩)એ આરોપીઓ રામાભાઇ હીરાભાઇ ભારાઇ (રહે.નાંદરખી), પરબતભાઇ શામળા (રહે. ભાડેર ગામ), અજુભાઇ અલીભાઇ ગામેતી (રહે. નાંદરખી), હીરાભાઇ પરબતભાઇ ભારાઇ (રહે. નાંદરખી) સામે ફરિયાદ નોંધાવી હતી કે, ફરીયાદીને આરોપીઓએ જમીનનો દસ્તાવેજ પોતાના નામે કરાવી દેવાનુ કહેતા ફરીયાદીએ કહેલ કે મે જમીન વહેચી નાખેલ છે જેથી આરોપીઓ ઉશ્કેરાઇ જઇ ફરીયાદીને બંને હાથ-પગમા ખંભા પાસે લાકડી તથા પાઇપ વડે માર-મારી ઇજા પહોચાડી તેમજ અન્ય આરોપીના કહેવાથી ફરીયાદીને માર મારેલ હોય અને ફરીયાદીને આરોપીઓએ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.