જૂનાગઢમાં વરલી મટકા અને તીનપત્તિ રમતા પાંચ ઝડપાયા

જૂનાગઢ : જૂનાગઢ એ ડીવીજન પોલીસે ગઈકાલે આધારે દોલતપરા માર્કેટીંગ યાર્ડ પાસે જુનાગઢ નજીક વરલી મટકાના આંક ફરકનો જુગાર પૈસાની હારજીત કરી રમતા આરોપી પરેશભાઇ વાલજીભાઇ બકરાણીયાને વરલી મટકાના સાહીત્ય તથા રોકડા રૂ! ૪૧૦ ના મુદ્દામાલ સાથે સાથે ઝડપી લીધો હતો.જ્યારે જૂનાગઢ બી ડીવીજન પોલીસે જૂનાગઢના રેલ્વે સ્ટેશન સામે સરદાર પટેલ દરવાજા મજેવડી દરવાજા નજીક જાહેરમાં તીનપતી નામનો હાર-જીતનો પૈસા વડે જુગાર રમતા આરોપીઓ યાકુબભાઇ ઇકબાલભાઇ માંડવીયા, આસીફશાહ યુસુફશાહ બાનવા, સુલેમાનભાઇ ઇસ્માઇલભાઇ મઘરા, ઇકબાલભાઇ અબુભાઇ સમાને રોકડા રૂ.૬૮૩૦ ના મુદામાલ સાથે ઝડપી લીધા હતા.