જૂનાગઢના વડાલ ગામે હોસ્પીટલના બાથરૂમમાં પડી જતા તબીબનું મોત

જૂનાગઢ : જૂનાગઢના વડાલ ગામે હોસ્પીટલના બાથરૂમમાં પડી જતા તબીબનું મોત નીપજ્યું હોવાનો બનાવ સામે આવ્યો છે. આ બનાવની જુનાગઢ તાલુકા પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો અનુસાર ડો.ખીલન મુકેશકુમાર પટેલ (ઉ.વ ૩૯) નામના ડોકટર જૂનાગઢના વડાલ ગામે આવેલ હીમાલીયા હોસ્પીટલમાં ફરજ પર ગયેલ હોય ત્યા બાથરૂમમાં કોઈપણ કારણસર પડી જતા તેમનું મોત નીપજયું હતું. આ બનાવથી જૂનાગઢના તબીબી આલમમાં ઘેરો શોક વ્યાપી ગયો છે. આ બનાવ અંગે હરેશકુમાર અંબાલાલ જસાણેએ પોલીસને જાણ કરતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.