સગીરાને જાનથી મારી નાખવાની ધમકી આપી દુષ્કર્મ આચર્યું

વિસાવદરના ગ્રામ્ય વિસ્તારમાં બનેલા બનાવમાં સગીરાએ ફરિયાદ નોંધાવતા એક આરોપી સામે પોક્સો એક્ટ હેઠળ ગુન્હો દાખલ

જૂનાગઢ : વિસાવદરના ગ્રામ્ય વિસ્તારમાં સગીરાને જાનથી મારી નાખવાની ધમકી આપી એક શખ્સે તેણી ઉપર દુષ્કર્મ આચર્યું હોવાનો બનાવ સામે આવ્યો છે. આ બનાવમાં સગીરાએ ફરિયાદ નોંધાવતા પોલીસે એક આરોપી સામે પોક્સો એક્ટ હેઠળ ગુન્હો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

વિસાવદર પોલીસ મથકેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર વિસાવદરના ગ્રામ્ય વિસ્તારમાં રહેતી સગીરાએ આરોપી અક્ષય વિઠ્ઠલભાઇ રાણવા સામે ફરિયાદ નોંધાવી હતી કે,પંદરેક દીવસ પહેલા રાત્રીના સમયે ફરીયાદી સગીર વયની હોવાની હકીકત જાણવા છતા આરોપીએ ફરીયાદીને જાનથી મારી નાખવાની ધાક ધમકી આપી ફરીયાદીની ઇચ્છા વીરૂધ્ધ શરીર સબંધ બળાત્કાર ગુજારી ફરીયાદીના પરીવારને પણ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવની ફરિયાદ પરથી પોલીસે આરોપી પોક્સો એક્ટ હેઠળ ગુન્હો દાખલ કરી તેને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.