માણાવદરમાં દંપતીને લોખંડના પાઈપથી ફટકાર્યા

જૂનાગઢ : માણાવદરમાં દંપતીને લોખંડના પાઈપથી ફટકાર્યા હોવાનો બનાવ સામે આવ્યો છે. માણાવદર પોલીસ મથકેથી આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી જયેસભાઈ ઉર્ફે બાબુ જીવનભાઈ વાળા (ઉ.વ ૨૪ રહે.માણાવદર મીતડીરોડ ટીલક ચેમ્બર જકાતનાકાની પાછળ) એ આરોપીઓ અજય સામત, સતીષ સામત, અરભમ સામત, રોહીત સામત (રહે.બધા માણાવદર) સામે ફરિયાદ નોંધાવી હતી કે, આરોપીઓએ ફરીયાદીને ગાળો કાઢી તથા આરોપીઓએ ફરીયાદીને લોંખડ ના પાઈપ વડે મારી તેમજ ઢીકાપાટુ વડે મારમારી અને ફરીયાદીને પાણીની પ્લાસ્ટીક ની નળી વડે માર મારી તેમજ ફરીયાદીની પત્ની સાહેદને પેટના ભાગે પાટુ મારી ઇજા કરી હતી.