જૂનાગઢ નજીક હાઇવે રોડના વચ્ચેના ડિવાઇડર સાથે બાઈક અથડાતા યુવાનનું મોત

જૂનાગઢ : જુનાગઢ વચ્ચે એચ.પી પેટ્રોલપંપ આગળ હાઇવે રોડ ઉપર કેવીનભાઇ નંદલાલભાઇ ડોબરીયા (રહે.ચોકી(સોરઠ) ગામ તા.જી.જુનાગઢ) નામનો યુવાન પોતાનું GJ-11-AP-7160 નંબરનું બાઈક લઈને પસાર થઈ રહ્યો હતો. ત્યારે બાઈક પરથી અચાનક કાબુ ગુમાવતા હાઇવે રોડના વચ્ચેના ડિવાઇડર સાથે અથડાવી બાઈક સાથે ઢસળાઇ માથાના ભાગે તથા જમણા હાથના ભાગે તથા હોઠના ભાગે ગંભીર ઇજા થતા કેવીનભાઇ નંદલાલભાઇ ડોબરીયાનું મોત નીપજ્યું હતું. પોલીસે આ બનાવની ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.