જૂનાગઢ અને કેશોદમાં જુગાર રમતા ૧૪ ઝડપાયા

જૂનાગઢ : જૂનાગઢ જિલ્લામાં પોલીસે જુગારની પ્રવૃત્તિઓ ઉપર અંકુશ લાવવા માટે અવિરતપણે કાર્યવાહી ચાલુ રાખી ગઈકાલે બાતમીના આધારે જૂનાગઢ અને કેશોદમાં જુગાર રમતા ૧૪ એરોપીઓને ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

જૂનાગઢ બી ડીવીજન પોલીસે ગઈકાલે બાતમીના આધારે જમાલવાડી સુખનાથ ચોક જુનાગઢ પાસે જાહેરમાં તીનપતી નામનો હાર-જીતનો પૈસા વડે જુગાર રમતા આરોપીઓ મુનાભાઇ અબલાભાઇ બ્લોચ, સલીમભાઇ બાબુભાઇ થઇમ, અમીન સીદીકભાઇ શેખ, યુનુસ શરીફભાઇ સમાને રોકડા રૂ.૪૭૬૦ના મુદામાલ સાથે ઝડપી લીધા હતા.

બીજા દરોડામાં કેશોદ પોલીસે ગઈકાલે બાતમીના આધારે કેશોદના અજાબ ગામેં જાહેરમાં પૈસાની હાર જીત કરી, તીન-પતી નામનો જુગાર રમતા આરોપીઓ પ્રકાશ ઉર્ફે ચીથરૂ રાજાભાઇ કરગઠીયા, અમીતભાઇ માંડાભાઇ વાજા, મેહુલભાઇ જગદિશભાઇ સરવૈયા, રમેશભાઇ પોલાભાઇ કેશવાલા, ધવલભાઇ મોહનભાઇ બગીયા, મનજીભાઇ પોલાભાઇ કેશવાલા, અમીતભાઇ સંજયભાઇ ધોડાદરા, જયેશભાઇ છગનભાઇ ડાભી, જયેશભાઇ નાનજીભાઇ ડાભી, ભરતભાઇ ભાણજીભાઇ સગારકાને રોકડ રૂપીયા ૧૬૯૦૦ સાથે ઝડપી લીધા હતા.