જૂનાગઢના દોલતપરામાં દારૂના કટીંગ વખતે જ પોલીસ ત્રાટકી, રૂ.૧.૧૭ લાખનો દારૂ ઝડપાયો

ક્રાઇમ બ્રાન્ચની ટીમની રેઇડમાં છ બુટલેગરો આબાદ ઝડપાયા, ત્રણ ફરાર, ડુંગળીના કટા સહિત કુલ રૂ.૮.૫૩ લાખનો મુદામાલ કબ્જે

જૂનાગઢ : જૂનાગઢના દોલતપરાના દીપક પેટ્રોલ પંપ પાસે આવેલ કાંતી મસાલા વાળી શેરીમાં વિદેશી દારૂના કટીંગ વખતે જૂનાગઢ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ ત્રાટકતા દારૂની હેરાફેરી કરતા બુટલેગરોના હોશકોશ ઉડી ગયા હતા. ક્રાઇમ બ્રાન્ચની ટીમની આ રેઇડમાં છ બુટલેગરો આબાદ રીતે ઝડપાયા હતા. જ્યારે ત્રણ ફરાર થઈ ગયા હતા. બાદમાં પોલીસે રૂ.૧.૧૭ લાખનો વિદેશી દારૂ, ડુંગળીના કટા સહિત કુલ રૂ.૮.૫૩ લાખનો મુદામાલ કબ્જે કર્યો હતો.

જૂનાગઢ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમને ગઈકાલે ચોક્કસ બાતમી મળી હતી કે,જૂનાગઢના દોલતપરાના દીપક પેટ્રોલ પંપ પાસે આવેલ કાંતી મસાલા વાળી શેરીમાં આરોપી યોગેશ હરજીવનભાઇ પરમાર (રહે.જુનાગઢ ઇન્દ્રેશ્વર રોડ સ્વામીનારાયણ સોસાયટી, દોલતપરા)એ આર્થીક નફો મેળવવા માટે પુર્વ આયોજીત કાવત્રૂ રચી બહારના રાજ્યમાંથી વિદેશી દારૂની પેટી ટ્રકમાં ભરીને મંગવ્યા બાદ અન્ય બુટલેગરો દારૂનું કટીંગ કરી રહ્યા છે. આ બાતમી મળતા જ તે સ્થળે ક્રાઇમ બ્રાન્ચની ટીમ ત્રાટકી હતી અને સ્થળ પર વિદેશી દારૂનું કટીંગ કરતા બુટલેગર વિશાલ કિશોરભાઇ માંડવીયા, ધર્મેન્દ્ર રણછોડભાઇ ભીડોરીયા, અજય નાનજીભાઇ ગોહેલ, સંજય ભીખૂભાઇ દેવધરીયા, સચીનકુમાર જયકૂમાર યાદવ, બાબૂભાઇ મગનભાઇ પરમાર કુંભારને વિદેશી દારૂની પેટી નંગ-૨૪ છુટી બોટલ નંગ ૯ મળી નાની મોટી બોટલ કુલ નંગ – ૪૭૫ કિ.રૂ.૧,૧૭,૧૦૦ તથા ટ્રક MH 18 AA 8012 કિ.રૂ.૭,૦૦,૦૦૦, મો.ફોન નંગ – ૩ કિ.રૂ.૩૦,૦૦૦ રોકડા રૂ.૬૫૦૦ તથા ડુંગળીના કટા નંગ – ૬૩ તથા ડોક્યૂમેન્ટ પાનકાર્ડ, ચુટણીકાર્ડ, ડ્રા.લા. તથા ટ્રકની ફાઇલ – ૧ મળી કુલ કિ.રૂ.૮,૫૩,૬૦૦ ના મુદામાલ સાથે ઝડપી લીધા હતા. જ્યારે નાસી જનાર આરોપીઓ યોગેશ હરજીવનભાઇ પરમાર રહે, સુરેશ નામનો વ્યક્તી, ટ્રક નં MH 18 AA 8012 નો ચાલક, આ વીદેશી દારુનો જથ્થો મોકલનારને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.