મારા આંબાની કેરીઓ કેમ લે છે કહી યુવાનને પ્લાસ્ટિકના પાઇપ વડે લમધાર્યો

વંથલીના સોનારડી ગામેં આંબાનો ઇજારો રાખનાર શખ્સે હુમલો કર્યાની ફરિયાદ

જૂનાગઢ : વંથલીના સોનારડી ગામેં આંબાનો ઇજારો રાખનાર શખ્સે મારા આંબાની કેરીઓ કેમ લે છે કહી યુવાનને પ્લાસ્ટિકના પાઇપ વડે લમધાર્યો હોવાની ઘટના સામે આવી છે. આ બનાવ અંગે યુવાને આંબાનો ઇજારો રાખનાર શખ્સ સામે હુમલો કર્યાની ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

વંથલી પોલીસ મથકેથી આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી મનીષભાઇ રમેશભાઇ ટાંક (ઉ.વ.૨૬ રહે. ગાર્ડન
સીટી શેરી. નં. ૭ બ્લોક નં ૨૬૭ તા.વંથલી)એ આરોપી મહેશભાઇ ઉર્ફે મયલો અશોકભાઇ મકવાણા (રહે.જોષીપુરા શાકમાર્કેટ પાસે જુનગાઢ) સામે ફરિયાદ નોંધાવી હતી કે, ફરીયાદી બપોરના જમવાના સમયે બાજુમાં આવેલ મયુરભાઇ જેન્તીભાઇ ચૌહાણની વાડીએ આવેલ આંબાના ઝાડમાંથી નીચે પડેલ કેરીઓ લેવા જતા આરોપીએ આંબાનો ઇજારો રાખેલ હોય અને ફરીયાદીને કહેલ કે મારા આંબાથી કેમ કેરીઓ લે છે. તેમ કહી ગાળો આપી ફરીયાદીને મોઢામાં થપડો મારી ઢીકાપાટુથી શરીરે મુંઢ માર મારી વાડીમાં પડેલ પ્લાસ્ટિકના પાઇપ વડે વાસાના ભાગે તથા બંને પગના પાછળના ભાગે સાથળમાં માર માર્યો હતો.