જૂનાગઢના બસ સ્ટેન્ડ પાસેથી ત્રણ મોબાઈલ અને બ્લુટૂથની ચોરી

જૂનાગઢ : જૂનાગઢના બસ સ્ટેન્ડ પાસેથી ત્રણ મોબાઈલ અને બ્લુટૂથની ચોરી થયાનો બનાવ સામે આવ્યો છે. આ બનાવની જૂનાગઢ બી ડીવીજન પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી રાજેશભાઇ ધીરુભાઇ વાગડીયા (ઉ.વ. ૫૨ રહે.માતાવાડી પ્લોટ, ધોરાજી જી.રાજકોટ)એ અજાણ્યો ચોર ઈસમ સામે ફરિયાદ નોંધાવી હતી કે, ગત તા.૧૨ના રોજ જૂનાગઢ નજીક હાર્મોની હોટલ, બસ સ્ટેશન પાસે ફરીયાદીના તથા સાહેદોના અલગ અલગ કંપનીના મોબાઇલ નંગ.૩ તથા બ્લુટૂથ ટૉટલ કિમત રૂપીયા. ૪૩,૩૯૯ કોઇ અજાણ્યો ચોર ઈસમ ચોરી કરી લઇ ગયો હતો.