કેશોદ નજીક બોલેરો પિકઅપ વાહનમાં ભરીને કતલખાને ધકેલાતા બે વાછરડાનો બચાવ

જૂનાગઢ : કેશોદ નજીક ગૌપ્રેમીઓની ટીમે ગઈકાલે બોલેરો પિકઅપ વાહનમાં ભરીને કતલખાને ધકેલાતા બે વાછરડાનો બચાવી લીધા હતા. જેમાં અગતરાય ગામ પાસે વડવાળા હોટલ તથા સોમનાથ હોટલની વચ્ચે વિલેજ કેશોદ નજીક ગઈકાલે GJ 11 TT 7026 નબરના બોલેરો પીકઅપ વાહનને અટકાવીને તલાશી લેતા તેમાંથી વાછરડા જીવ-૨ને કતલખાને લઈ જવાના ઇરાદે કુરતાપૂર્વક બાંધેલી હાલતમાં મળી આવતા ગૌપ્રેમીઓએ વાછરડા સહિતના મુદામાલ સાથે આરોપી રાજુભાઇ ઉર્ફે લાખો ભીખનભાઇ મોરીને પોલીસની હવાલે કર્યો હતો. જ્યારે બીજો આરોપી ઇમરાનભાઇ ઇબ્રાહિમભાઇ બેરા હાથમાં ન આવતા તેની સામે પોલીસે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.