જૂનાગઢમાં યુવાન ઉપર ખૂની હુમલો, ગીર સોમનાથ જીલ્લાના સરકારી વકીલ સહિત છ સામે ગુન્હો દાખલ

બાઈકમાંથી પેટ્રોલની ચોરી મામલે સીસીટીવી ચેક કરતા વકીલના આડાસબંધનું રહસ્ય ખુલ્યું, લાજવાને બદલે ગાજેલા વકીલ આણી ટોળકીએ યુવાન ઉપર હુમલો કરતા ઘાયલ યુવાનને રાજકોટ ખસેડાયો

જૂનાગઢ : જૂનાગઢના ઝાંઝરડા ગામે રહેતા યુવાન ઉપર ખૂની હુમલો થયાનો બનાવ સામે આવ્યો છે. જેમાં યુવાનના બાઈકમાંથી પેટ્રોલ ચોરી થતી હોવાથી સીસીટીવી ચેક કરતા બાઈકમાંથી પેટ્રોલની ચોરી મામલે સીસીટીવી ચેક કરતા વકીલના આડાસબંધનું રહસ્ય ખુલ્યું હતું. આથી લાજવાને બદલે ગાજેલા વકીલ આણી ટોળકીએ યુવાન ઉપર હુમલો કરતા ઘાયલ યુવાનને રાજકોટ ખસેડાયો છે. આ બનાવ મામલે ગીર સોમનાથ જીલ્લાના સરકારી વકીલ નિગમ જેઠવા સહિત છ આરોપીઓ સામે ફરિયાદ નોંધાઈ છે.

જૂનાગઢ તાલુકા પોલીસ મથકેથી આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર હિરેનભાઇ ચીમનભાઇ ભુત (ઉ.વ.૪૨ રહે.નંદવન એપાર્ટમેન્ટ બી/૩૦૧ શ્રીનાથપાર્ક ઝાઝરડા ગામ તા.જી. જુનાગઢ)એ ગીર સોમનાથ જીલ્લાના સરકારી વકીલ નિગમભાઈ જેઠવા, મુસ્તાક તથા ચાર અજાણ્યા માણસો સામે ફરિયાદ નોંધાવી હતી કે, ફરીયાદીના એપાર્ટમેન્ટમા અગાઉ પોતાની મોટર સાયકલમા પેટ્રોલની ઓછુ થતુ હોય તેથી પોતાના એપાર્ટમેન્ટમા રહેલ સી.સી.ટી.વી ફુટેજ ચેક કરતા ફરીયાદીના એપાર્ટમેન્ટમા રહેતા અન્ય યુવાનના ઘરે આરોપી નિગમભાઇ જેઠવા આ યુવાનની ગેરહાજરીમા આવતા જતા હોવાનુ અને આરોપી વકીલ નિગમભાઇ જેઠવા તથા અન્ય યુવાનની પત્નિ વચ્ચે અફેર હોવાની વાત એપાર્ટમેન્ટના સી.સી.ટી.વી. ફુટેજ જોતા જાહેર થતા આરોપી નિગમભાઇને તેની જાણ થતા આ મનદુખના કારણે આરોપી મુસ્તાકે ફરીયાદીને ફોન ઉપર ગુનાહીત ધમકી આપી તથા આરોપી નિગમભાઇ જેઠવા તથા તેની સાથેના અજાણ્યા ચાર માણસોએ પોતાના હવાલા વાળી ટીયાગો ગાડીમા આવી તલવાર તેમજ છરી જેવા પ્રાણઘાતક હથીયારો ધારણ કરી ગઇ તા.૧૨ના રોજ ફરીયાદી ઘરે જતા હતા. ત્યારે રસ્તા ઉપર રોકી આરોપી નિગમભાઇએ ફરીયાદીને ગાળો કાઢી કેમ મારી ખરાબ વાતો કરે છે તેમ કહી પોતાની પાસે રહેલ તલવારથી ફરીયાદીને મારી નાખવાના ઇરાદે માથાના ભાગે તથા જમણા હાથના ભાગે તેમજ જમણા પગના સાથળના ભાગે તલવારથી જીવલેણ ઇજાઓ કરી ફરીયાદીના હાથ તથા પગની નશો કાપી નાખી તેમજ અજાણ્યા ચારેય આરોપીઓએ ફરીયાદીને ઘેરી લઇ પોતાની પાસેની તલવાર તેમજ છરી જેવા હથીયારોથી જમણા ખંભા તથા જમણી છાતીએ માર મારી ગંભીર ઇજા કરી આરોપીઓએ નાસી છૂટ્યા હતા.