જૂનાગઢના સોરઠ ગામે પ્લાસ્ટિક ઉપાડવા મામલે મહિલા ઉપર હુમલો

મહિલાએ તેમના પાડોશમાં રહેતા ચાર સદસ્યો સામે ફરિયાદ નોંધાવી

જૂનાગઢ : જૂનાગઢના સોરઠ ગામે પ્લાસ્ટિક ઉપાડવા મામલે પાડોશીઓ બાખડી પડ્યા હતા અને મામલે મહિલા ઉપર હુમલો કર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. આ બનાવ અંગે મહિલાએ તેમના પાડોશમાં રહેતા ચાર સદસ્યો સામે ફરિયાદ નોંધાવી છે.

જૂનાગઢ તાલુકા પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો અનુસાર ભાવનાબેન પ્રકાશભાઇ ઘરેજીયા (ઉ.વ.૩૬ રહે. ચોકી-સોરઠ ગામ રેલ્વે સ્ટેશન રોડ તા.જી.જુનાગઢ)એ આરોપીઓ અશોકભાઇ કાનજીભાઇ મકવાણા, જગદીશભાઇ કાનજીભાઇ મકવાણા, જલ્પાબેન અશોકભાઇ મકવાણા, પુનમબેન હરેશભાઇ મકવાણા (રહે. તમામ ચોકી-સોરઠ ગામ રેલ્વે સ્ટેશન પ્લોટ વિસ્તાર તા.જી. જુનાગઢ) સામે ફરિયાદ નોંધાવી છે કે, ફરીયાદીના દિકરા આદિત્ય ઉ.વ.૧૨ વાળા આરોપી પ્લાસ્ટિક ઉપાડવાનુ કહેતા એકદમ ઉશકેરાય જઇ ફરી. ઝાપ્ટ મારી દિધેલ અને બીજા આરોપીને છરી લઇ બોલાવતા આરોપી છરી લઇ આવી અન્ય આરોપીએ ફરીયાદીને ઢીકાપાટુનો મારી તથા ગાળો આપી આ ઝપાઝપીમાં ફરીયાદીનો ગળામાં રહેલ સોનાનો ચેન તુટી ક્યાક પડી ગયેલ હોય જેથી આરોપીઓએ લીધેલ હોય તો આપવાનુ કહેતા આરોપીએ કહેલ કે અમે કોઇએ લીધેલ નથી આજ તો બચી ગઇ હવે કાઇ બોલી તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.