ગીરનાર પર્વત પર નોકરી કરતા પોલીસ કર્મચારી પર હુમલો

જૂનાગઢ : ગીરનાર પર્વત પર નોકરી કરતા વી.એચ.એફ. કર્મચારી પર હુમલો થયાનો બનાવ સામે આવ્યો છે. આ બનાવની ભવનાથ પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી મુકેશભાઇ ગોવિદભાઇ રાઠોડ (ઉ.વ.૨૬ રહે.હાલ જુનાગઢ પોલીસ હેડ કવાર્ટસ પુલવામા બેરક હોલ નંબર-૩ મુળગામ ચુલડી તા.માળીયા હાટીના જી.જુનાગઢ)એ આરોપીઓ મનોજ, કાનો (રહે બન્ને જુનાગઢ) સામે ફરિયાદ નોંધાવી હતી કે, ફરીયાદી ગીરનાર પર્વત વી.એચ.એફ. ઉપર નોકરી કરતા હોય અને અંબાજી મંદીર સામે આવેલ દુકાનમા પાણી આપવા બાબતે આરોપીઓએ મનઃદુખ રાખી ગાળો કાઢી બટકુ ભરી લાકડી વતી મુઢ માર મારી ફરીયાદીને ઇજા કરી હતી.