તસ્કરો બંધ મકાનના તાળાં તોડી રૂ.૪.૦૫ લાખની માલમતા ઉસેડી ગયા

જૂનાગઢના ઇવનગર રોડ ઉપર આવેલ વિસ્તારમાં ચોરી થયાની ફરિયાદ નોંધાઈ

જૂનાગઢ : જૂનાગઢના ઇવનગર રોડ ઉપર આવેલ વિસ્તારમાં તસ્કરો ત્રાટકયા હતા અને તસ્કરોએ બંધ મકાનના તાળાં તોડી રૂ.૪.૦૫ લાખની માલમતા ઉસેડી ગયા હોવાનો બનાવ સામે આવ્યો છે. આ બનાવ અંગે વૃદ્ધે ફરિયાદ નોંધાવતા પોલીસે તસ્કરોને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.

જૂનાગઢ સી ડીવીજન પોલીસ મથકેથી આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી સુભાષચંન્દ્ર માલદેવ ગલ (ઉવ.૬૮ રહે. જુનાગઢ કોન્વેટ સ્કુલ પાછળ ઇવનગર રોડ સ્પદંન)એ અજાણ્યા તસ્કરો સામે ફરિયાદ નોંધાવી હતી કે,ગત તા.૧૧ના રોજ તસ્કરોએ તેમના મકાનને નિશાન બનાવ્યું હતું.જેમાં તસ્કરોએ ફરીયાદીની ગેરહાજરીમા ગઇ તા. ૧૧ ના રોજ રાતના આઠ વાગ્યાથી રાતના સવા દશ વાગ્યા દરમ્યાન ઘરનો મેઇન દરવાજાનો નકુચો તોડી ઘરમા ચોરી છુપીથી પ્રવેશ કરી ઘરના બેડરૂમમા રાખેલ કબાટમા રાખેલ બે પર્સમાંથી રોકડા રૂપીયા તથા ડોલર તેમજ સોનાનો ચેઇન તથા સોનાનો કરડો મળી કુલ રૂ. ૪,૦૫,૦૦૦ ( જે રૂપીયા ૫૦૦ના દરની નોટ) ની ચોરી કરી ગયા હતા. આ બનાવની ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે.