રીસામણે બેઠેલી પત્નીને તેડવા મામલે પતિનો પરિવાર ઉપર કુહાડીથી હુમલો

માળીયા હાટીનામા પતિએ તેના પુત્ર સાથે મળીને હુમલો કર્યાની ફરિયાદ નોંધાઈ

જૂનાગઢ : માળીયા હાટીનામા રીસામણે બેઠેલી પત્નીને તેડવા જવા માટે સાથે આવવાનું કહેતા પરિવારે સાથે આવવાની ના પાડતા મામલો બીચકયો હતો અને ઉશ્કેરાયેલા પતિએ પોતાના પુત્ર સાથે મળીને પરિવાર ઉપર કુહાડી અને લાકડીથી હુમલો કર્યાનો બનાવ સામે આવતા આ બનાવની પોલીસે ફરિયાદ નોંધી આરોપીઓને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.

માળીયા હાટીના પોલીસ મથકેથી આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી ભરતભાઈ ઉકાભાઈ વાઘેલા (ઉ.વ ૩૪ રહે.માળીયા હાટીના વડીયા રોડ સીમ શાળાની બાજુમાં તા.માળીયા હાટીના)એ આરોપીઓ જીલુભાઈ ભીખાભાઈ, જીલુભાઈનો દીકરો નંદો (રહે.બન્ને.માળીયા હાટીના) સામે ફરિયાદ નોંધાવી હતી કે,આરોપી જીલુ ભીખાની પત્ની રીસામણે હોય જેથી આરોપીએ ફરીયાદીને પોતાની પત્નીને તેડવા જવાનુ અને સાથે આવવાનુ કહેતા આરોપીઓએ ઉશ્કેરાઈ જઈ ફરીયાદી તથા સાહેદોને ગાળો કાઢી લાકડી તથા કુહાડી વડે માર-મારી આરોપી નંદાએ ફરીયાદીના માથામાં કુહાડીનો ઘા મારી તથા આરોપી જીલુએ સાહેદ કાળીબેનને હોઠમાં લાકડી મારી ઈજાઓ કરી હતી.