બાળકોની તકરારમાં દિયરના દીકરાએ મહિલાને માર માર્યો

ચોરવાડ નજીક ગડુ ગામે પારિવારિક ડખ્ખો પોલીસ મથકે પહોંચ્યો

જૂનાગઢ : ચોરવાડ નજીક ગડુ ગામે પારિવારિક ડખ્ખો પોલીસ મથકે પહોંચ્યો હતો. જેમાં બાળકોની તકરારમાં દિયરના દીકરાએ મહિલાને માર માર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. જેમાં મહિલાએ પોતાના દિયરના દીકરા સામે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

ચોરવાડ પોલીસ મથકેથી આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી હીનાબેન મહમદભાઇ બ્લોસ (ઉ.વ.૨૫ રહે.ગડુ ગામ શાંતીનગર ઝુપડપટી તા.માળીયા હાટીના)એ આરોપી હનીફ હબીબ બ્લોસ (ઉવ.૧૯ રહે. ગડુ) સામે ફરિયાદ નોંધાવી હતી કે, આરોપી ફરીયાદીના દિયરનો દીકરો થતો હોય અને ફરીયાદીનો નાનો દીકરો તથા ફરીયાદીના બીજા દિયરનો દીકરો નાનો દીકરો એમ બંને બાળકો વચ્ચે ઝગડો થયેલ જે બાબતે ગાળો કાઢી પાવડાની મુદર વડે ફરીયાદીના માથામા તથા ડાબા હાથમા સામાન્ય ઇજાઓ કરી હતી.