જૂનાગઢના ડુંગરપુર ગામે ભાભીને દિયર સહિતના ત્રણ શખ્સોએ માર માર્યો

જૂનાગઢ : જૂનાગઢના ડુંગરપુર ગામે ભાભીને દિયર સહિતના ત્રણ શખ્સોએ માર માર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. આ બનાવની જૂનાગઢ તાલુકા પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી બાનુબેન કરીમભાઇ રફાઇ (ઉ.વ-૫૫ રહે.ડુંગરપુર લલીત ટીંબાળીયા સ્કુલ સામે)એ આરોપીઓ રફીકભાઇ, ફિરોજભાઇ તથા ફરીયાદીનો દિયર હાજીશાહ કમાલશાહ સામે ફરિયાદ નોંધાવી હતી કે, આરોપીઓએ ફરીયાદીના ઘરે જઇ ફરીયાદીને કોઇપણ કારણ વગર પાઇપ તથા લાકડી વડે માર માર્યો હતો.