જૂનાગઢમાં વધુ બે મોટર સાયકલની ચોરી

જૂનાગઢ : જૂનાગઢમાં વધુ બે મોટર સાયકલની ચોરી થયાની ફરિયાદ નોંધાઈ છે. જેમાં ફરિયાદી યોગેશભાઇ વજુભાઇ ઝાલા (રહે. મોતીબાગ આલ્ફા -૧ પાસે લક્ષમી નગર બ્લોક નં ૧૬ જુનાગઢ) નું GJ 11 HH 3427 નંબરનું બાઈક આલ્ફા -૧ પાસે લક્ષમી નગર બ્લોક નં ૧૬ આલ્ફા સ્કુલ -૧ નજીક અજાણ્યો ચોર ઈસમ ચોરી ગયો હતો. બીજા બનાવમાં ફરિયાદી દિપકભાઇ દેવશીભાઇ ચાવડા (ઉ.વ.૩૦ રહે. મધુરમ બાયપાસ શ્રી નગર સોસાયટી જુનાગઢ) એ ઘર પાસે પાર્ક કરેલ પોતાના જી.જે.૧૦.ડી.ઇ.૧૭૫૬ નબરના બાઇકને શકદાર ઈસમો વિમલભાઇ અરવિંદભાઇ ચોવટીયા, કેતનભાઇ માકડીયા ચોરી ગયાની ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે.