ઘરકામ બાબતે ભાભીએ ઠપકો આપતા નણંદનો એસિડ ગટગટાવી આપઘાત

માળીયા હાટીનાના કડાયા ગામે બનેલી ઘટનાથી મૃતકના પરિવાર અરેરાટી

જૂનાગઢ : માળીયા હાટીનાના કડાયા ગામે ઘરકામ બાબતે ભભીએ ઠપકો આપતા નણંદે એસિડ ગટગટાવી આપઘાત કરી લીધો હોવાની કરુણ ઘટના સામે આવી છે. આ બનાવથી મૃતકના પરિવારમાં અરેરાટી મચી ગઇ છે.

માળીયા હાટીના પોલીસ મથકેથી આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ઉર્મીલાબેન લાખાભાઇ ભાદરકા (ઉ.વ.૧૭ રહે.કડાયા તા.માળીયા હાટીના) નામની સગીરાએ એસિડ ગટગટાવી લેતા તેણીનું મોત નીપજ્યું હતું. આ બનાવની પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવેલી વિગતો મુજબ મૃતક સગીરાને ઘરકામ બાબતે તેના ભાભીએ ઠપકો આપતા પોતાને લાગી આવતા પોતાની મેળે એસીડ પી જતા પ્રથમ CHC માળીયા બાદ સરકારી હોસ્પિટલમાં જુનાગઢ ખાતે સારવાર અર્થે ખસેડતા ત્યાં સારવાર દરમ્યાન તેણીનું મોત નીપજ્યું હતું. પોલીસે આ બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.