મુખ્યમંત્રી દ્વારા લોકોના પડતર પ્રશ્નોના ઉકેલ માટે માણાવદર તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે

માણાવદર મામલતદાર કચેરીએ તા.૨૫ મે ના યોજાશે ફરિયાદ નિવારણ કાર્યક્રમ

જૂનાગઢ : મુખ્યમંત્રી દ્વારા લોકોના પડતર પ્રશ્નોના ઉકેલ માટે સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજવામાં આવે છે. જેમાં તાલુકા કક્ષાએ તા.૨૫/૦૫/૨૦૨૨ને સવારે ૧૧ કલાકે ફરિયાદ નિવારણ કાર્યક્રમ તાલુકા મથકે યોજાશે. પ્રશ્નોના દર માસની ૧૦ તારીખ સુધીમાં સંબંધકર્તા તાલુકા કક્ષાની કચેરીના વડાને પહોંચતા કરવાની રહેશે. જેથી તાલુકા કક્ષાના પ્રશ્નો જે તે તાલુકા મામલતદારને સીધા મોકલવાના રહેશે.

તારીખ વિત્યા પછીની કે અસ્પષ્ટ રજૂઆતવાળી અરજી, એક કરતા વધુ વિભાગ, કચેરીના પ્રશ્નો, સુવાચ્ય ન હોય તેવી અરજી, નામ-સરનામા વગરની અરજી, વ્યક્તિગત આક્ષેપોવાળી અરજી, નિતિ-વિષયક પ્રશ્નો, ચાલુ સરકારી કર્મચારીઓના સેવા વિષયક પ્રશ્નો, કોર્ટ મેટર, દિવાની પ્રકારની ખાનગી તકરારો, અપીલ થવા પાત્ર કેસો વાળી અરજી, અરજદારને સ્વયં સ્પર્શતા ન હોય તેવા પ્રશ્નો, અરજદારે તેમની રજૂઆત અંગે સંબંધીત કચેરી/ખાતાનો એકપણ વાર સંપર્ક કર્યા સિવાય પ્રથમ વખત સીધા જ આ કાર્યક્રમમાં રજૂ કરેલ પ્રશ્નો, અગાઉના સ્વાગતા કાર્યક્રમમાં રજૂ થયેલ પ્રશ્નો સ્વાગત કાર્યક્રમમાં સમાવેશ કરવામાં આવશે નહીં.

માણાવદર મામલતદાર કચેરી ખાતે તા.૨૫/૫/૨૦૨૨ના રોજ સવારે ૧૧ કલાકે કચેરીના સભાખંડમાં મામલતદાર અને સંબંધિત ખાતાના અધિકારીઓ અરજદારોને સાંભળશે. જ્યારે અન્ય ખાતાના પ્રશ્નોની ચર્ચા જે તે સંબંધિત વિભાગ/કચેરી ખાતે જે તે કચેરીના વડા કરશે. જેથી આ બાબતે તે કચેરીનો સંપર્ક સાધવાનનો રહેશે.
મહેસુલ વિભાગ, પંચાયત, પોલીસ વિભાગ, ગુજરાત વિદ્યુત બોર્ડ, એસ.ટી. અને પાણી પુરવઠા વિભાગ બોર્ડ સિવાયના પ્રશ્નો માટે જિલ્લામાં જે તે ખાતાની જિલ્લા કક્ષાની કચેરીમાં ફરિયાદ નિવારણ કાર્યક્રમ અંતર્ગત જિલ્લા અધિકારીઓ પ્રશ્નોનો નિકાલ કરશે. જેની અરજદારોએ નોંધ લેવા માણાવદર મામલતદારની યાદીમાં જણાવાયું છે.