જૂનાગઢમાં યુવાને ગળેફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી

જૂનાગઢ : જૂનાગઢમાં યુવાને ગળેફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી લીધી હોવાનો બનાવ સામે આવ્યો છે. આ બનાવની જૂનાગઢ બી ડીવીજન પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો અનુસાર સંજયભાઈ મહેન્દ્રભાઈ સોલંકી (ઉ.વ. આશરે ૧૯ રહે. મુળ ગામ માનપુર ગામ.તા. મેદરડા) નામના યુવાને ગઈકાલે જુનાગઢ જોષીપરા ઓઘડનગર રોડ પર એલ.પી.જી.ગેસ.પંપની પાછળ શ્રીજી વંદના એપાર્ટમેન્ટ પાસે આવેલ ભાડાના મકાનમા ઉપરના રૂમમા પંખો ટીગાળવાના હુંકમા દોરી બાધી જે દોરીનો ગાળીયો કસી કોઈ પણ અગમ્ય કારણોસર ગળેફાસો ખાઈ લેતા તેનું મોત નીપજ્યું હતું. પોલીસે આ બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.