કુતીયાણા જતા મેટાડોરમાંથી રૂ. 3.75 લાખનો વિદેશી દારૂ ઝડપાયો

જૂનાગઢ : જૂનાગઢમાં બાંટવા પોલીસ દ્વારા ભારતીય બનાવટના વિદેશી દારૂના રૂ. 3.75 લાખના જથ્થા સાથે એક ઇસમોને પકડી પાડવામાં આવ્યા છે.

બાંટવા પોલીસને ખાનગીરાહે ચોક્ક્સ બાતમી હકિકત મળેલ કે, એક ક્રીમ કલરનું મેટાડોર પ્રોહીબિશન મુદામાલ ભરી કુતીયાણા તરફ જતો હોય. જેથી, બાંટવા પોલીસ વોચ તપાસમા હતા. આ દરમ્યાન આરોપી અબજલ હબીબભાઇ મકરાણી એ પોતાનું ટાટા કંપનીનુ 407 મેટાડોર જેના રજી નં.GJ-32-T-1764 મા આરોપીએ ગે.કા.રીતે ભારતીય બનાવટની ઇગ્લીશ દારૂની જુદી જુદી બ્રાન્ડનો પ્રોહીબિશન મુદામાલ ભર્યો હતો.

પોલીસે ૭૫૦ એમ.એલ.ની કાચની કૂલ બોટલો નંગ-૬૬૦ (પેટી નં. ૫૫, જેની કૂલ કિ.રૂ.૨,૫૩,૨૦૦), ભારતીય બનાવટની ઇગ્લીશ દારૂની જુદી જુદી કંપનીની ૧૮૦ એમ.એલ.ની કાચની કૂલ બોટલો નંગ-૮૬૪ (પેટી નં.૧૮, જેની કૂલ કી.રૂ.૭૭,૭૬૦), બીયર ટીન નં.૩૮૪ (પેટી નં.-૧૬, જેની કૂલ કી.રૂ.૪૪,૧૬૦), ટાટા મેટાડોર, મોબાઈલ ફોન તથા રોકડા રૂ.૨૦૦૦ મળી કુલ મુદામાલ કી.રૂ. ૬,૭૮,૬૨૦ ના મુદામાલ સાથે આરોપી અબજલને પકડી બાંટવા પોલીસ સ્ટેશનમા પ્રોહીબીશન ધારા હેઠળ ગુન્હો રજી. કરી ધોરણસરની કાર્યવાહી કરવામા આવેલ છે. તેમજ નરબત ઉર્ફે નબો તથા દેવાભાઇ મેરનું નામ પણ ખુલ્યું છે. જેની તપાસ પો.સબ.ઇન્સ વી.આર.ચાવડા ચલાવી રહ્યા છે.

બાંટવા પો.સ્ટે.ના પો.સબ.ઇન્સ.વી.આર.ચાવડા તથા પો.કોન્સ. ખીમાભાઇ રાણાભાઇ કોડીયાતર તથા પો.કોન્સ. જયેશભાઇ અરજણભાઇ નંદાણીયા તથા એ.એસ.આઇ સવદાસભાઇ મકનભાઇ વાઢીયા તથા ડ્રા.પો. કોન્સ.અક્ષયભાઇ લખમણભાઇ ડાંગર વિગેરે પોલીસ સ્ટાફએ સાથે રહી આ કામગીરી કરેલ છે.