રેસિપી સ્પેશિયલ : આ રીતે ઘરે બનાવો નાસ્તામાં પહેલી ચોઈસ એવા ભૂંગળા-બટાકા..

ભૂંગળા-બટાકાનું નામ સાંભળીને જ મોંમા પાણી આવી ગયુ ને? બાળકોને નાસ્તામાં ભૂંગળા-બટાકા પહેલી ચોઈસ હોય છે. આમ પણ સાંજના સમયે નાસ્તામાં ભૂંગળા-બટાકા ખાવાની મજા જ કંઇક અલગ આવે છે. તો જાણી લો કે એકદમ ટેસ્ટી-ટેસ્ટી ભૂંગળા-બટાકા ઘરે કેવી રીતે બનાવશો.


ભૂંગળા-બટાકા બનાવવાની સામગ્રી

1. 13 થી 15 નાના-નાના બટાકા
2. 13 થી 14 જેટલી લસણની કળી
3. 1 ઝીણી સમારેલી ડુંગળી
4. 1 આદુનો ટુકડો
5. 3 સુકા લાલ મરચા
6. 1 ઝીણુ સમારેલું ટામેટું
7. 2 ચમચી ધાણાજીરૂ
8. 1 ચમચી જીરૂ
9. લાલ મરચું
10. હળદર
11. ચાટ મસાલો
12. ગરમ મસાલો
13. સ્વાદાનુંસાર મીઠું
14. તેલ
15. ઝીણી સમારેલી કોથમીર


ભૂંગળા-બટાકા બનાવવાની રીત

1. ભૂંગળા બટાકા બનાવવા માટે સૌ પ્રથમ સુકા લાલ મરચા લો અને એને 15 મિનિટ સુધી પાણીમાં પલાળી રાખો.

2. હવે કુકરમાં બટાકા બાફી લો. બાફતી વખતે તમે મીઠું નાંખશો તો સ્વાદ મસ્ત આવશે.

3. હવે આદુ, લસણ, પલાળેલા મરચા, ટામેટા, ધાણાજીરૂ, હળદર અને મીઠુ બધુ એકસાથે નાંખીને બરાબર મિક્સ કરીને ક્રશ કરી લો.

4. આ બધી પ્રોસેસ થઇ જાય એટલે એક પેન લો અને એમાં એક ચમચો તેલ મુકો.

5. તેલ ગરમ થઇ જાય એટલે એમાં બાફેલા બટાકાને 2 મિનીટ માટે મધ્યમ તાપે સાંતળી લો.

6. હવે તેને એક પ્લેટમાં કાઢી લો.

7. હવે કડાઈમાં થોડુ વધારે તેલ ગરમ કરો અને એમાં ડુંગળી સાંતળો. ડુંગળી બ્રાઉન થઈ જાય એટલે એમાં ટામેટા અને લસણની પેસ્ટ ઉમેરો.

8. આ પેસ્ટમાંથી તેલ છૂટે પડે એટલે એમાં લાલ મરચુ પાઉડર ઉમેરો.

9. હવે આમાં સાંતળેલા બટાકા મિક્સ કરીને 3-4 મિનિટ ચઢવા દો.

10. પછી છેલ્લે ગેસ બંધ કરી દો અને પેનને ગેસ પરથી ઉતારી લો.

11. કોથમીરથી ગાર્નિશ કરો.

12. હવે ભૂંગળાને તળી લો.


તો તૈયાર છે એકદમ ટેસ્ટી ‘ભૂંગળા-બટાકા’.