વંથલીમાં પરિવારની બબાલ પોલીસ મથકે પહોંચી

પાંચ સભ્યોએ મહિલાને માર માર્યાની ફરિયાદ નોંધાઈ

જૂનાગઢ : વંથલીમાં પરિવારની બબાલ પોલીસ મથકે પહોંચી છે. જેમાં પરિવારના પાંચ સભ્યોએ મહિલાને માર માર્યાની ફરિયાદ નોંધાઈ છે. આથી પોલીસે પાંચેય આરોપીઓ સામે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

વંથલી પોલીસ મથકેથી આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર રેખાબેન રમેશભાઇ પુંજાભાઇ વાણવી (ઉ.વ ૪૫ રહે.વંથલી નીચલા વણકર વાસ શેરી નં.૪ તા.વંથલી)એ આરોપીઓ ભારતીબેન કીરીટભાઇ વાણવી (રહે. નીચલા વાસ શેરી નં.૪ વંથલી), સાજણબેન (રહે.નીચલા વાસ શેરી નં.૪ વંથલી), રેખાબેન મહેશભાઇ વાળા (રહે.તાલાળા), શિવ કીરીટભાઇ (રહે.વંથલી નીચલા વાસ શેરી નં.૪), કીરીટભાઇ વાણવી (રહે.નીચલા વાસ શેરી નં.૪ વંથલી) સામે ફરિયાદ નોંધાવી હતી કે, ત્રણ આરોપીઓ ફરીયાદી પાસે આવી બોલાચાલી ઝઘડો કરી તેમજ સાહેદ મીરલબેનને આરોપીઓએ નખોડીયા ભરી તેમજ જાપટ મારી તેમજ પાછળથી આવેલા અન્ય આરોપીઓએ ફરીયાદીને લાકડી વડે ડાબા પગના સાથળ ઉપર લાકડીનો એક ઘા મારી તેમજ ફરીયાદીને ડાબા પગમા ગોઠણ નીચે પીંડીના ભાગે લાકડીનો એક ઘા મારી ઇજા કરી હતી.