કેશોદમાં જુગાર રમતા પાંચ મહીલાઓ સહિત સાત ઝડપાયા

જૂનાગઢ : કેશોદ પોલીસે ગઈકાલે બાતમીના આધારે કેશોદના ફાગળી રોડ કોર્ટની પાછળ પાતાળ કુવા પાસે જીવાભાઇ કેશવભાઇ ઓડેદરાના મકાનના ફળીયામા જાહેરમાં ગંજી પતાના પાના તથા પૈસા વડે તીનપતી નામનો જુગાર રમતા આરોપીઓ જીવાભાઇ કેશવભાઇ ઓડેદરા, વિજયભાઇ અરજણભાઇ કરંગીયા, વનીતાબેન લલીતભાઇ જેઠાભાઇ, કુસુમબેન ઉર્ફે ખુશીબેન ગોકળભાઇ, રૂપીબેન લખુભાઇ જખરાભાઇ દાસા, લીરીબેન લખુભાઇ મુળુભાઇ ગોઢાણીયા, ભરમીબેન જીવાભાઇ કેશવભાઇ ઓડેદરાને જુગાર સાહિત્ય તથા રોકડ રૂ.૩૭૭૦ સાથે ઝડપી લીધા હતા.