મેંદરડામાં ફાર્મ હાઉસના સ્વીમીંગ પુલમાં નાહવા જતા યુવાનનું ડૂબી જવાથી મોત

જૂનાગઢ : મેંદરડામાં ફાર્મ હાઉસના સ્વીમીંગ પુલમાં નાહવા જતા યુવાનનું ડૂબી જવાથી મોત નીપજ્યું હોવાનો બનાવ સામે આવ્યો છે. આ બનાવ અંગે મેંદરડા પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો અનુસાર સંજયભાઇ મનસુખભાઇ ઢોલરીયા (ઉ.વ.૪૨ રહે.રાજકોટ રેમ્બો રેસીડેન્સી તા.જી.રાજકોટ) નામના યુવાન તેમના હરીપુર ગામની સીમમાં સાસણમાં આવેલ પલ્સ ફાર્મ હાઉસના સ્વીમીંગ પુલમાં નાહવા જતા દરમ્યાન પાણીમાં ડુબી જતા તેમનું મોત નીપજ્યું હતું. પોલીસે આ બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.