માણાવદરમાં વાડીની ઓરડીમા ધમધમતું જુગારધામ ઝડપાયું, છની ધરપકડ

જૂનાગઢ : માણાવદર તાલુકાના નાનડીયા ગામની સીમમાં પાવર હાઉસ પાસે આવેલ પોતાની વાડીની ઓરડીમાં આરોપી પ્રકાશ વશરામભાઇ મેરાવડા બહારથી માણસો બોલાવી જુગારધામ ચલાવતો હોવાની બાતમી મળતા જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ગઈકાલે આ વાડીની ઓરડીમાં ધમધમતા જુગારધામ ઉપર દોરડો પડયો હતો અને પોલીસે આ વાડીની ઓરડીમાં જુગાર રમતા આરોપીઓ મંજુબેન પ્રકાશભાઇ મેરાવડા, શીતલભાઇ વલ્લભભાઇ અઘેરા, હિતેષભાઇ વજશીભાઇ ભુતીયા, બાબુભાઇ મંગાભાઇ ઝાલા, રાઘવભાઇ ભગાભાઇ ગરેજા, દિપકભાઇ નાથાભાઇ મારૂને રોકડા રૂ.૬૮,૧૩૦/- તથા નાલના રૂ.૩,૦૦૦, મોબાઇલ ફોન– ૭ કિ.રૂ.૪૧,૫૦૦ તથા બાઈક- ૫ કિ.રૂા. ૧,૪૦,૦૦૦ મળી કુલ કિ.રૂ.૨,૫૨,૬૩૦ ના મુદામાલ સાથે ઝડપી લીધા હતા. જ્યારે જુગારધામ ચલાવનાર આરોપી પ્રકાશ વશરામભાઇ મેરાવડા પોલીસની હાથમાં ન આવતા તેની સામે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.