જૂનાગઢમા વિદેશી દારૂની બોટલો સાથે એક ઝડપાયો

જૂનાગઢ : જુનાગઢ તાલુકા પોલીસે ગઈકાલે બાતમીના આધારે જૂનાગઢના ખડીયા ગામ ક્રુષ્ણનગર પરામાં દરોડો પાડી આરોપી સમસુદીન ઉફે મોગલી અદ્રેમાનભાઈ બ્લોચ (ઉ.વ.૨૯ રહે. દાતાર રોડ જુનાગઢ)ને જુદી-જુદી બ્રાંન્ડની ઈંગ્લીશ પીવાના દારૂની બોટલ નંગ ૩ કી.રૂ.૧૫૦૦ નો પ્રોહી મુદામાલ સાથે ઝડપી લીધો હતો. જ્યારે હાજર નહિ મળી આવેલ ખીમાભાઈ જીકાભાઈને ઝડપી લેવા પોલીસે તપાસ હાથ ધરી છે.