બીજો ફેરો કરીશ તો જ પૈસા મળશે નહીતર પૈસા આપવા નથી કહી વાહન ચાલકને માર માર્યો

જૂનાગઢના GIDC -૨ માં અંજલીપાન વાળી શેરી થયેલી મારામારીમાં એક સામે ફરિયાદ

જૂનાગઢ : જૂનાગઢના GIDC -૨ માં અંજલીપાન વાળી શેરીમાં ભંગારનો વાહનમાં ફેરો કરવા મામલે ભંગારના ધંધાર્થી અને વાહન ચાલક વચ્ચે ઝઘડો થયા બાદ ભંગારના ધંધાર્થીએ બીજો ફેરો કરીશ તો જ પૈસા મળશે નહીતર પૈસા આપવા નથી કહી વાહન ચાલકને માર માર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. આ બનાવ અંગે વાહન ચાલકે ભંગારના ધંધાર્થી સામે હુમલાની ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

જુનાગઢ તાલુકા પોલીસ મથકેથી આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી મહેન્દ્રભાઇ હરસુખભાઇ રુપારેલીયા (ઉ.વ.૫૬ રહે-ટીંબાવાડી દીપાજંલી-૦૨ સુરભી એપાર્ટમેન્ટ બ્લોકનં-૨૦૧ જુનાગઢ)એ આરોપી મહાકાળી ભંગારવાળા નરેશભાઇ ઉર્ફે નારુભાઇ (રહે.જુનાગઢ)ની સામે ફરિયાદ નોંધાવી હતી કે, ફરીયાદી પોતાના શેઠની છોટા હાથી લઇ અને ગાંધીચોકમાં આવેલ આરોપી નરેશભાઇને ત્યાં મહાકાળી ભંગારના ડેલામાં ભંગાર ભરી અને ત્યાંથી આ ભંગાર GIDC -૦૨ માં અંજલીપાન વાળી ગલીમાં સતારભાઇને ત્યાં ખાલી કરવા ગયેલ તેવામાં ત્યાં આરોપી આવતા ફરીયાદીએ તેમની પાસે ફેરાના ૪૦૦ રુપીયા માંગતા આરોપીએ કહેલ કે, તુ બીજો ફેરો કરીશ તો જ પૈસા મળશે નહીતર પૈસા આપવા નથી તેમ કેહતા ફરીયાદીએ તેમના શેઠને ફોન કરતા આરોપી એક્દમ ઉશ્કેરાઇ જઇ અને ફરીયાદીને ઝાપટ તેમજ મુંઢ-માર મારી તેમજ પોતાના ભંગારના ડેલે ફરીએ ફરીવાર પૈસા માંગતા ત્યાં લોખંડના પાઇપ અંજલીપાન વાળીવડે ફરીયાદીના જમણા હાથ તથા ડાબા પગમાં મુંઢમાર મારી ઇજા પહોંચાડી હતી.