માણાવદરમાં ભાદર નદીમાં પાણીની મોટર મુકતી વખતે ડૂબી જતા આધેડનું મોત

જૂનાગઢ : જૂનાગઢ જિલ્લાના માણાવદર તાલુકાના ચિખલોદ્રા ગામેં આવેલ ભાદર નદીમાં પાણીની મોટર મુકતી વખતે ડૂબી જતા આધેડનું મોત નીપજ્યું હતું. આ બનાવની બાંટવા પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો અનુસાર દેવાયતભાઇ ગોવિદભાઇ ભેટારિયા (ઉ.વ. ૪૨ રહે.ચિખલોદ્રા તા.માણાવદર) નામના આધેડ ગઈકાલે માણાવદર તાલુકાના ચિખલોદ્રા ગામેં આવેલ ભાદર નદીમાં પાણીની મોટર માંડવા જતા અકસ્માતે નદીના ઉંડા પાણીમાં ડુબી જતા તેમનું મોત નીપજ્યું હતું. પોલીસે આ બનાવની પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.