ગુમ થયેલા ૨૭ મોબાઇલ ફોન શોધીને પરત આપતી જૂનાગઢ એસઓજી

જૂનાગઢ : જૂનાગઢ જિલ્લામાં હમણાંથી મોબાઈલ ખોવાઈ ગયા કે ચોરી થવાના બનાવો વધી ગયા છે અને મોબાઈલ ગુમ થયાના ઢગલાબંધ બનાવો સામે આવ્યા હતા.આથી જૂનાગઢ એસ.ઓ.જી.(સાયબર ક્રાઇમ સેલ)ની ટીમે આ દિશમાં સઘન તપાસ ચાલવી ગુમ થયેલ ૨૭ મોબાઇલો શોધી કાઢી તેમના મુળ માલીકને પરત આપ્યા હતા.

જૂનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક મનિન્દર પ્રતાપસિંહ પવાર તથા પોલીસ અધિક્ષક રવી તેજા વાસમસેટ્ટીની સુચના મુજબ લોકોના મોબાઇલ ફોન પડી ગયેલા કે ગુમ થવાના બનાવો બનેલ જે બાબતે જીલ્લા પોલીસ અધિક્ષકને ધ્યાને આવતા તેઓએ તુરત જ ખોવાયેલ મોબાઇલ શોધી મુળ માલીકને પરત મળે તે માટે ખાસ ટીમની રચના કરવા સુચના કરેલ, જે અનુસંધાને એસ.ઓ.જી.ના પો.ઇન્સ. એ.એમ.ગોહિલ તથા પો.સબ.ઇન્સ જે.એમ.વાળા, અને પો.વા.સ.ઈ એમ.જે.કોડીયાતર સાયબર ક્રાઇમ સેલની એક ટીમની રચના કરી ખોવાઇ ગયેલ મોબાઇલોની માહીતી એકત્રીત કરતા ઘણા મોબાઇલો ગુમ થયેલ કે પડી ગયેલાના બનાવો બનેલ હોય જેથી પોલીસ અધિક્ષકે અંગત રસ લઇ સાયબર ક્રાઇમ સેલના માધ્યમ દ્વારા ખાસ ઝુંબેશ શરૂ કરવામાં આવેલ હતી. જેમાં છેલ્લા ત્રણ માસ દરમ્યાન અલગ અલગ કંપનીઓના કુલ-૨૭ મોબાઇલ ફોન જેની અંદાજીત કિં.રૂ. ૪,૫૬,૨૮૮ ૪ ના રીકવર કરવામાં આવેલ જે તમામ મોબાઇલ ફોન તેઓના મુળ માલીકોને જે તે સ્થિતિમાં પરત કરવામાં આવેલ છે.

આ કામગીરીમાં એસ.ઓ.જી.ના પો.ઇન્સ. એ.એમ.ગોહિલ તથા પો.સબ.ઇન્સ, જે.એમ.વાળા, એમ.જે.કોડીયાતર તથા એ.એસ.આઇ એમ.વી.કુવાડીયા,પી.એમ.ભારાઇ,સામતભાઇ બારીયા,દીપકભાઇ જાની તથા પો.હેડ કોન્સ.ભરતસિંહ માણસુરભાઇ સિંધવ,પરેશભાઇ ચાવડા,રવિકુમાર ખેર,મજીદખાન પઠાણ, અનિરૂધ્ધસિંહ વાંક, બાબુભાઇ કોડીયાતર, જયેશભાઇ બકોત્રા,મહેન્દ્રભાઇ ડેર તથા પો.કોન્સ ધર્મેશભાઇ વાઢેળ,શૈલેન્દ્રસિંહ સિસોદીયા, રવીરાજભાઇ વાળા,માનસિંહ રાઠોડ,મયુરભાઇ ઓડેદરા,રોહિતસિંહ બારડ, કુણાલસિંહ પરમાર તથા વુ.પો.કોન્સ. બ્રિન્દાબેન ગિરનારા વગેરે સ્ટાફ જોડાયો હતો.