જુનાગઢ જીલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંધની ચૂંટણીમાં ભાજપનો આંતરિક વિખવાદનો અંત

મોવડી મંડળે બંધ બારણે બેઠક યોજીને ઘીનાં ઠામમાં ઘી પાડી દીધું

જૂનાગઢ : સાવજ જુનાગઢ જીલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંધ લી. ચૂંટણીને લઈ ભાજપનો આંતરિક વિખવાદનો અંત આવ્યો છે. જેમાં મોવડી મંડળે બંધ બારણે બેઠક યોજીને હાલ જૂનાગઢ જીલ્લા ભાજપનો આંતરિક વિખવાદનો સુખદ અંત લાવી ઘીનાં ઠામમાં ઘી પાડી દીધું છે.

જુનાગઢ જીલ્લા ભાજપ પૂર્વ પ્રમુખ ઠાકરશી જાવીયાનું જૂથ અને જુનાગઢ જીલ્લા સંસદ રાજેશ ચુડાસમા જૂથનો સાવજ જુનાગઢ જીલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંધ લી. ચૂંટણીને લઈ આંતરિક વિખવાદ જોરદાર થતા ભાજપનું મવડી મંડળ દ્વારા એક રિસોર્ટ ખાતે બંધ બારણે બેઠક યોજાઇ હતી જેમાં ઘીના ઠામ માં ઘી ભળી જતા જુનાગઢ જીલ્લા ભાજપ પૂર્વ પ્રમુખ ઠાકરશી જાવીયા અને જુનાગઢ જીલ્લા સંસદ રાજેશ ચુડાસમા સાથે મળી વિકાસના કામને વેગ આપશે તેવું જુનાગઢ જીલ્લા ભાજપ પૂર્વ પ્રમુખ ઠાકરશી જાવીયાની યાદી જણાવેલ છે

આંતરિક વિખવાદના સમાધાન માટે જુનાગઢ જીલ્લા સહકારી ખરીદ વેચાણ સંઘના પ્રમુખ લક્ષ્મણભાઇ યાદવ, માળીયા હાટીના તાલુકા પંચાયત પ્રમુખ દિલીપભાઈ સીસોદીયા, જૂનાગઢ જિલ્લામાં પંચાયત બાંધકામ સમિતિના ચેરમેન દિલીપભાઈ સીસોદીયા, માળીયા હાટીના તાલુકા ભાજપ પ્રમુખ રાજેશભાઇ ભલોડીયા, પૂર્વ જીલ્લા પંચાયત સદસ્ય શાંતીભાઈ કમાણી, માળીયા હાટીના તાલુકા પંચાયત સદસ્ય જીવાભાઈ સીસોદીયા સહિત આગેવાનો કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.