જૂનાગઢની દૂધ ઉત્પાદક મંડળીના પૂર્વ ચેરમેનના ગેર વહીવટ મામલે હાઇકોર્ટેમાં પિટિશન

બાલોટ મહિલા દૂધ ઉત્પાદક મંડળીના સદસ્યોએ પૂર્વ ચેરમેનના વહીવટી ગોટાળા સામે બંડ પોકારી હાઇકોર્ટેના દરવાજા ખટખટાવ્યા

જૂનાગઢ : જૂનાગઢની દૂધ ઉત્પાદક સહકારી મંડળીના પૂર્વ ચેરમેનના ગેર વહીવટને ખુલ્લો પાડવા બાલોટ મહિલા દૂધ ઉત્પાદક સહકારી મંડળીના સદસ્યો મેદાને આવ્યા છે અને દૂધ ઉત્પાદક મંડળીના સદસ્યોએ પૂર્વ ચેરમેનના વહીવટી ગોટાળા સામે બંડ પોકારી હાઇકોર્ટેના દરવાજા ખટખટખટાવી હાઈકોર્ટેમાં રિટ પિટિશન દાખલ કરવામાં આવી છે.

જૂનાગઢ જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી સંધના પૂર્વ ચેરમેન રામસિંહ ભેટારિયાની સામે ભસ્ટ્રાચારના આક્ષેપ સાથે આજે બાલોટ મહિલા દૂધ ઉત્પાદક મંડળીના સદસ્યો હાઇકોર્ટમાં પહોંચ્યા હતા અને જૂનાગઢ ડેરીના પૂર્વ ચેરમેન રામસિંહભાઇ ભેટાળીયા પર ભરતીમાં સગાવાદ અને મનસ્વી વહીવટ સહીતનો આક્ષેપ સાથે હાઇકોર્ટમાં રીટ પિટિશન દાખલ કરી અને દૂધ મંડળીના હોદેદારોએ ન્યાય માંગ્યો છે. છેલ્લા 13 વર્ષથી ચેરમેન તરીકે રામસિંહ ભેટાળીયાના વહીવટમાં મોટાપાયે ગેરરીતિનો મામલો હવે હાઇકોર્ટેમાં પહોંચ્યો છે. જૂનાગઢ જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી સંધમાં ભ્રષ્ટાચાર તેમજ જૂનાગઢની સહકારી સંસ્થામાં પૂર્વ ચેરમેન સામે ભષ્ટ્રાચારના આક્ષેપથી ભારે ખળભળાટ મચી ગયો છે.