જૂની માથાકૂટનું સામાધાન કરવા બોલાવી યુવાનને પાઇપ ફટકાર્યો

જૂનાગઢના મજેવડી દરવાજા પાસે મારામારીના બનાવમાં ચાર સામે ફરિયાદ નોંધાઈ

જૂનાગઢ : જૂનાગઢના મજેવડી દરવાજા પાસે જૂની માથાકૂટનું સામાધાન કરવા બોલાવી યુવાનને પાઇપ ફટકાર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. આ બનાવ અંગે યુવાને ચાર શખ્સો સામે હુમલાની ફરિયાદ નોંધાવતા પોલીસે ચારેય આરોપીઓ સામે ગુન્હો દાખલ કરી આ તમામને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.

જૂનાગઢ બી ડીવીજન પોલીસ મથકેથી આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી અસ્લમભાઇ ઓસમાનભાઇ સિડા (ઉ.વ.૩૧ રહે. આદિત્ય મેઇન રોડ બાપા સીતારામની મઢુલી પાસે નંદનવન મેઇન રોડ જુનાગઢ)એ આરોપીઓ સુરૈયાબેન, રવિ, રાજો, અહેસાન (રહે. બધા મજેવડી દરવાજા પાસે ચુનારાવાસમાં જુનાગઢ)ની સામે ફરિયાદ નોંધાવી હતી કે, ફરીયાદીના સાળાએ અગાઉ આરોપીઓ સાથે માથાકુટ કરેલ હોય જેની ફરીયાદ દાખલ થતા સમાધાન માટે બોલાવતા સમાધાન કરવાની ના પાડતા આરોપીઓએ ગાળો કાઢી પાઇપો વડે માથામાં તથા હાથ પગ તેમજ શરીરે મારી ફરીયાદીને ઇજાઓ કરી હતી.