વંથલી પોલીસે રેતી ચોરી કરીને નીકળેલા બે ટ્રેકટર પકડ્યા

ખાણ ખનીજ વિભાગની જગ્યાએ પોલીસ રેતી ચોરી અટકવવા મેદાને

જૂનાગઢ : જૂનાગઢ જિલ્લાના વંથલી તાલુકામાં ખાણ ખનીજ વિભાગની જગ્યાએ પોલીસ રેતી ચોરી અટકવવા મેદાને આવી હતી અને વંથલીમાં પોલીસે રેતી માફિયા ઉપર તૂટી પડવા વોચ રાખીને પોલીસે રેતી ચોરી કરીને નીકળેલા બે ટ્રેકટરને પકડી લીધા હતા. જો કે એક આરોપી નાસી છૂટ્યો હતો.

વંથલી પોલીસ મથકેથી આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ગઈકાલે વંથલી પોલીસ સ્ટાફે બાતમીના આધારે વંથલી ટાઉનમાં વોચ ગોઠવીને પોતાના કબજાના ટ્રેકટર મેસી ૨૪૧ ડીઆઈ નં GJ03LG-4360 તથા ટ્રેઈલર ટ્રોલી નં.GJ11VV-0548 માં રોયલ્ટી વગર ગેરકાયદેસર રીતે ખનીજ રેતી ૬૪૦૦ કિગ્રાની ચોરી કરી વહન કરતા આરોપી ભગવાનજીભાઈ રાઘવભાઈ ચાવડા (ઉ.વ.૪૫, રહે.સાંતલપુર તા.વંથલી)ને રેતી ચોરીના મુદામાલ સાથે ઝડપી લીધો હતો.

બીજા દરોડામાં વંથલી પોલીસે ગઈકાલે પોતાના કબજાના ટ્રેકટર મેસી ૨૪૧ ડીઆઈ નંબર વગરનુ ચેસીસ નં.MEA8D061CM1308019 તથા ટ્રેઈલર ટ્રોલી નંબર વગર વાળામાં રોયલ્ટી વગર ગેરકાયદેસર રીતે ખનીજ રેતી ૫૪૭૦ કિગ્રાની ચોરી કરી વહન કરતા આરોપી રામો વિજયભાઈ વાણવી (રહે.વંથલી)ને પકડી લીધા બાદ આરોપીને પો.સ્ટે. લઈ આવતા હતા. તે દરમ્યાન આરોપી પોતાની ધરપકડ ન થાય તેવા ઈરાદાથી ખનીજ રેતી ભરેલ ટ્રેકટર-ટ્રેઈલર મુકી ચાવી લઈ નાસી છૂટ્યો હતો. આથી પોલીસે આ અંગે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.