પેરોલ જમ્પ કરનાર ખૂનકેસના કેદીને ઝડપી લેતી જૂનાગઢ પેરોલ ફર્લો સ્કવોર્ડ

જૂનાગઢ : છેલ્લાં ૬ વર્ષથી રાજકોટ મધ્યસ્થ જેલમાંથી પેરોલ રજા મેળવી ખુંનના ગુન્હા માં ફરાર થયેલ પાકા કામના કેદીને મહારાષ્ટ્ર રાજ્યના ભૂસાવડ ખાતેથી જૂનાગઢ પેરોલ ફર્લો સ્કવોર્ડની ટીમે દબોચી લીધો હતો

પોલીસ મહાનિદેશક અને સી.આઇ.ડી.ક્રાઇમ અને રેલ્વે ગાંધીનગર નાઓની સુચના અનુસાર રાજય મા પેરોલ પર છુટેલ ભાગેડુ આરોપીઓ ,વચગાળાના જામીન પર મુક્ત ફરાર આરોપી નાસતા ફરતા આરોપીઓને પકડવા સૂચના આપેલ હોય અને વધુમા વધુ આરોપીઓ પકડવા જણાવેલ હોય જે અન્વયે જૂનાગઢ રેન્જ નાયબ પોલીસ મહાનિરીક્ષક મનીન્દર પ્રતાપસિંહ ની સુચના તેમજ પોલીસ અધીક્ષક રવીતેજા વાસમશેટ્ટીની સુચના તથા માર્ગદર્શન હેઠળ જીલ્લામા કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુ સારૂ ગુન્હાના કામેના નાસતા ફરતા આરોપીઓ તેમજ જેલ ફરારી આરોપીઓને શોધી કાઢવા ખાસ પેરોલ ફર્લૉ સ્કોડને તેમજ જીલ્લા પોલીસ તંત્રને સદરહુ કામગીરી અસરકારક કરવા જરૂરી સુચના આપેલ હતી.

ક્રાઈમ બ્રાન્ચના પો.ઈન્સ એચ.આઇ.ભાટીના માર્ગદર્શન અને સુચના અનુસાર પેરોલ ફર્લૉ સ્કોડના .પો.સબ. ઈન્સ વી.કે. ઉંજીયા તથા એ.એસ.આઇ.પ્રદીપભાઈ ગોહેલ તથા પો. હેડ કોન્સ્ટેબલ સંજયભાઇ વઘેરા પો.કોન્સ દીનેશભાઇ છૈયા તથા પો.કોન્સ સંજય ભાઇ ખોડભાયા સહિતના સ્ટાફ જૂનાગઢ સીટી વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. ત્યારે બાતમી રાહે હકિક્ત મળેલ કે જૂનાગઢ એ.. ડિવિઝન.પો.સ્ટે.ના ખૂનના ગુન્હામાં સંડોવાયેલ પાકા કામનાનો આરોપી જીવા કાસમ પીપર વાડિયા (ઉ વ.૩૯ રે જૂનાગઢ દોલતપરા) એ ઉકત ગુન્હાના કામે રાજકોટ મધ્યસ્થ જિલ્લા જેલમાં પાકા કામના આરોપી તરીકે સજા ભોગવતો હોય જે આરોપી ગઇ તા.૮/૧૦/૧૬ ના રોજ દિન ૧૦ ની પેરોલ રજા મંજૂર કરાવી રાજકોટ
જિલ્લા જેલમાંથી છૂટેલ હતો મુદત હરોળ જેલ હાજર થવાના બદલે પોતાનાની મેળે ફરાર થઇ ગયો હતો જે અંગે જૂનાગઢ જીલ્લા જેલનો લેટર એસ.પી. જૂનાગઢ દ્વારા પેરોલ ફર્લો સ્કોડને આપેલ હોય ખાનગી રાહે હકિક્ત મળેલ કે આ આરોપી મહારાષ્ટ્ર રાજ્ય માં આવેલ ભુસાવડ ખાતે જતો રહેલ છે અને ત્યાં પોતાનું નામ બદલી ને રહે છે તેવી હકીકત મળતા મહારાષ્ટ્ર જઇ ભૂસાવડ પોલીસને સાથે રાખી વોચ તપાસમાં રહેતા આરોપી ભૂસાવડમા આવેલ ઇદગાહ વિસ્તારમાં રહે છે જેથી ત્યાં સ્થાનિક પોલીસ સાથે જઇ વોચ તપાસમા રહેતા આરોપી મળી આવતા તેને ઉપરોક્ત ગુન્હા બાબતે પૂછપરછ કરતા પોતે ગુન્હો કરેલાનું તથા જેલ ફરારી હોવાની કબૂલાત કરતાં તેને હસ્તગત કરી ગુજરાત લાવી રાજકોટ જીલ્લા જેલ ખાતે સોંપી આપવામાં આવેલ છે.