જૂનાગઢમાં કારમાં ઈંગ્લીશ દારૂની બોટલ સાથે બે પકડાયા

જૂનાગઢ : જૂનાગઢ તાલુકામાં ચોકલી ગામ રોડ ઉપર કારમાં પસાર થતા બે શખ્સોને પોલીસે ઈંગ્લીશ દારૂની બોટલ સાથે પકડી પાડ્યા હતા.

જૂનાગઢ તાલુકામાં ચોકલી ગામ રોડ ઉપર જૂનાગઢ તાલુકા પોલીસ દ્વારા આરોપીઓ કુલદીપભાઇ નાગદાનભાઇ મેતા (ઉ.વ. 35) અને યાજ્ઞીકભાઇ મનહરભાઇ રાતડીયા (ઉ.વ. 26)ને ગેરકાયદેસર રીતે વગર પાસ પરમીટે કુલદીપભાઇની કારમાં ઈંગ્લીશ દારૂની બોટલ કિ.રૂ. 200 સાથે ઝડપી પાડવામાં આવ્યા હતા.

પોલીસે દારૂની બોટલ, કાર તથા 2 મોબાઇલ ફોન મળી કુલ કિ.રૂ. 1,60,200નો મુદામાલ જપ્ત કર્યો છે. તેમજ બન્ને ઇસમો વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.