ભારતી આશ્રમના મહંત મહામન્ડલેશ્વર હરિહરાનંદબાપુ લાપતા બન્યા

ભારતી આશ્રમ સરખેજના વિવાદને લઈ નારાજ હરિહરાનંદબાપુ ચાલ્યા ગયા : વિશાળ ભક્ત સમુદાય ચિંતિત : વડોદરામાં ગુમસુધા નોંધ થઈ

જૂનાગઢ : જૂનાગઢના પ્રસિદ્ધ ભારતી આશ્રમના મહંત મહામન્ડલેશ્વર હરિહરાનંદબાપુ લાપતા બન્યા છે. ભારતી આશ્રમ સરખેજના વિવાદને લઈ નારાજ હરિહરાનંદબાપુ ચાલ્યા ગયા છે. આથી વિશાળ ભક્ત સમુદાય ચિંતિત બન્યો છે. તેઓએ ભારતી આશ્રમ સરખેજના વિવાદને લઈ તેમના ઉપર દબાણ થતા આશ્રમ છોડવા મજબુર બન્યા હોવાનું જણાવીને આ અંગેનો વીડિયો સોશ્યલ મિડીયામાં વાયરલ કર્યો છે. આથી હાલ વડોદરામાં ગુમસુધા નોંધ થઈ છે.

જુનાગઢ ભારતી આશ્રમના મહંત હરિહરાનંદ ગત તા. 30 એપ્રિલથી ગુમ થઈ ગયા છે.આથી વડોદરાના વાડી પોલીસ સ્ટેશનમાં ગુમસુદા દાખલ થઇ છે. આ મહંત હરિહરાનંદ બાપુને તાજેતરમાં જ મહામંડલેશ્વરની પદવી આપવામાં આવી હતી. હાલ ભારતી આશ્રમના મહંત હરિહરાનંદ ગુમ સમગ્ર સેવક સમુદાય ચિતીત બન્યો છે. જો કે આશ્રમ છોડવા અંગે તેઓએ એક વીડિયો દ્વારા જણાવ્યું હતું કે, તેમના ગૃરું ભારતીબાપુ બ્રહ્મલિન થયા બાદ આશ્રમના પદને લઈને વિવાદ થયો છે અને તેમના ઉપર ખોટા આરોપ તેમજ દબાણ કરવામાં આવતું હતું. આશ્રમનું વિલ તેમના નામનું હોવાથી તેમને યેનકેન પ્રકારે ત્રાસ આપતા આ નિર્ણય લીધો હોવાનું પણ ઉમેર્યું હતું.