કાકા સાથે થયેલી માથાકૂટનો ખાર રાખી ભત્રીજા ઉપર છરી વડે હુમલો

કેશોદમાં થયેલી મારામારીના બનાવમાં ત્રણ સામે ફરિયાદ નોંધાઈ

જૂનાગઢ : કેશોદમાં કાકા સાથે થયેલી માથાકૂટનો ખાર રાખી ભત્રીજા ઉપર ત્રણ શખ્સોએ છરી વડે હુમલો કર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. આ બનાવની યુવાને ફરિયાદ નોંધાવતા પોલીસે ત્રણેય આરોપીઓ સામે ગુન્હો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

કેશોદ પોલીસ મથકેથી આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી અનિલભાઇ જગદીશભાઇ રાવલીયા ₹ઉ.વ. ૨૦ રહે. કેશોદ ઉતાવળી નદીના કાઠે)એ આરોપી છગનભાઇ શકરાભાઇ રાઠોડ, શકરાભાઇ રાઠોડ (રહે.બન્ને ખમીદાણા ગામ), સંગીતાબેન શકરાભાઇ રાઠોડ (રહે.કેશોદ) સામે ફરિયાદ નોંધાવી હતી કે, ફરીયાદીના કાકા આરોપી સાથે અગાઉ કોઇ બાબતે ઝધડો બોલાચાલી કરતા રહેતા હોય જેથી તમામ આરોપીઓએ ફરીયાદીને તેના કાકાને સમજાવવાનુ કહેતા ફરીયાદીએ પોતાના કાકા સાથે પોતાને કાઇ લેવા દેવા નહિ હોવાનુ જણાવતા તમામ આરોપીઓ એકદમ ઉશ્કેરાઇ જઇ ફરીયાદીને ઢીકાપાટુનો માર મારી આરોપી રહેણાંક મકાનની અંદર હાજર હોય એ દરમ્યાન ગાળો આપી આરોપી છગનભાઇએ પોતાના પાસેની છરી વડે ફરીયાદીના હાથના કાંડા ઉપર છરકા કરી ઇજા પહોંચાડી હતી.