ઉમરાળી ગામે યુવક વિદેશી દારૂની બોટલ સાથે ઝડપાયો

જૂનાગઢ : જૂનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકાના ઉમરાળી ગામમાં રહેતો યુવક વિદેશી દારૂની બોટલ સાથે પોલીસના હાથે પકડાઈ ગયો હતો.

ભેસાણ તાલુકાના ઉમરાળી ગામે ગઈકાલે તા. 2ના રોજ પોલીસે 23 વર્ષીય સત્રજિત ઉફે સતુ ભરતભાઇ સેખવાને ગેરકાયદે પાસ પરમીટ વગર ભારતીય બનાવટની ઈંગ્લીશ દારૂની 1 બોટલ (કી.રૂ. 400) સાથે પકડી લઇ તેની સામે ભેસાણ પોલીસ મથકમાં પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.