ચોરવાડમા જુના મનદુઃખનો ખાર રાખી યુવાનને લાકડી ફટકારી

યુવાનને પાડોશીએ માર માર્યો હોવાની ફરિયાદ નોંધાઈ

જૂનાગઢ : જૂનાગઢ જિલ્લાના ચોરવાડમાં જુના મનદુઃખનો ખાર રાખી યુવાનને તેના પાડોશીએ લાકડી ફટકારી ઢીકાપાટુનો માર માર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. આ બનાવ અંગે યુવાને પાડોશી સામે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

ચોરવાડ પોલીસ મથકેથી આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી દેવાભાઇ રૂડાભાઇ ચુડાસમા (ઉ.વ.૩૦ રહે.ચોરવાડ જુના સિનેમાની બાજુમા તા.માળીયા હાટીના)એ આરોપી હસમુખભાઈ પૂંજાભાઈ સામે ફરિયાદ નોંધાવી હતી કે, ફરીયાદીને જુનુ મન:દુખ રાખી આ કામના આરોપીએ જેમ-ફાવે તેમ ગાળો આપી શરીરે ઢીકાપાટુનો મારમારી તેમજ ફરીયાદીને ડાબા પગના સાથળપર લાકળી વડે મારમારી મુંઢ ઇજાઓ કરી હતી. પોલીસે આ બનાવની ફરિયાદ પરથી આરોપીને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.