ચાપરડા ગામમાં પુરુષનું ટાંકામાં ડૂબી જવાથી મોત

જૂનાગઢ : જૂનાગઢ જિલ્લાના વીસાવદર તાલુકાના ચાપરડા ખાતે પુરુષનું ટાંકામાં ડૂબી જવાથી મોત નીપજ્યું છે.

વીસાવદર તાલુકાના ચાપરડામાં રહેતા અલ્કેશ જાનકીદાસ દાણીધારીયા (મુળ ગામ બાલોટ, તા. વંથલી) ગઈકાલે તા. 2ના રોજ ચાપરડા વિદ્યા સંકુલ ખાતે પાણીના ટાંકામાં ડૂબી ગયા હતા. આથી, તેનું મોત થયું હતું. આ બનાવ અંગે પોલીસે વીસાવદર પોલીસ મથકમાં અકસ્માતે મૃત્યુ નોંધ કરી તપાસ હાથ ધરવામાં આવી છે.