જૂનાગઢ શહેર જિલ્લામાં દારૂની બાટલીઓ સાથે ત્રણ ઝડપાયા

વાંઝાવાડ શાકમાર્કેટ, સરગવાડા બસસ્ટેન્ડ પાસે અને ચોરવાડમાં પોલીસની કાર્યવાહી

જૂનાગઢ : જૂનાગઢ શહેર અને જિલ્લામાં પોલીસે જુદા-જુદા ત્રણ દરોડાની કાર્યવાહીમાં વિદેશી દારૂની નાની-મોટી બોટલ સાથે ત્રણ આરોપીને ઝડપી લઈ એક દરોડામાં સપ્લાયરનું નામ ખોલાવવામાં સફળતા મેળવી કુલ ચાર ઈસમો વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ મુજબ કાર્યવાહી હાથ ધરી હતી.

પ્રથમ દરોડામાં જૂનાગઢ સીટી એ ડિવિઝન પોલીસે વાંઝાવાડ શાકમાર્કેટ પાસેથી આરોપી કમલેશ ઉર્ફે બાવ પ્રફુલભાઇ કણેતના કબ્જામાથી ભારતીય બનાવટની મેકડોવેલ નં-1 કલેકશન વ્હીસ્કીની બોટલ નંગ-2 કિંમત રૂપિયા 800 તથા વીવો કંપનીનો ફોન કી.રૂ. 5000 મળી કુલ 5800નો મુદામાલ કબ્જે કર્યો હતો.

જયારે બીજા દરોડામાં જૂનાગઢ તાલુકા પોલીસે સરગવાડા બસસ્ટેન્ડ પાસેથી ધર્મેન્દ્ર કીશોરભાઇ મકવાણાને લાલ કલરની બેગમા મેજીક મુવમેન્ટ દારૂની બોટલ નંગ-3 કિંમત રૂપિયા 1200 તેમજ એક મોટર સાયકલ કિંમત રૂપિયા 20 હજાર મળી કુલ 21,200ના મુદામાલ સાથે ઝડપી લીધો હતો અને દારૂનો આ જથ્થો હરેશભાઇ જાડેજા રહે.દોલતપરા સકકરબાગ પાસે જુનાગઢ વાળા પાસેથી મેળવ્યાની કબૂલાત આપતા પોલીસે બન્ને વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ મુજબ કાર્યવાહી કરી હતી.

દારૂ અંગેના ત્રીજા દરોડામાં ચોરવાડ પોલીસે સેલેનીટી કોલોનીમાં દરોડો પાડી સુનીલ ઉર્ફે બાંગળો પુનાભાઇ મેરના કબ્જામાંથી ક્રીમપીસ સ્પેશિયલ વ્હીસ્કીની 180 એમએલની ત્રણ બોટલ કિંમત રૂપિયા 300નો જથ્થો કબ્જે કરી પ્રોહિબિશન એક્ટ અન્વયે કાર્યવાહી કરી હતી.