જૂનાગઢનું સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય મુલાકાતીઓ માટે કાલે મંગળવારે બપોર સુધી બંધ રહેશે

અગ્રણીઓની ઉપસ્થિતિમાં સાંસદો અને સરકારી અધિકારીઓની સ્ટડી ટૂર યોજાવાની હોવાથી બંધનો નિર્ણય લેવાયો

જૂનાગઢ : જૂનાગઢના સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય ખાતે આવતીકાલે તા. 3ના રોજ અગ્રણીઓની ઉપસ્થિતિમાં સાંસદો અને સરકારી અધિકારીઓની સ્ટડી ટૂર યોજાવાની હોવાથી સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય મુલાકાતીઓ માટે બપોરે 2 વાગ્યા સુધી બંધ રહેશે.

ભારત સરકારના રાજ્યસભા તથા લોકસભાના સ્ટેડીંગ કમીટીની સ્ટડી વીઝીટ ગુજરાત રાજ્ય ખાતે તા. 1થી તા. 4 દરમ્યાન યોજવાની છે. તે દરમ્યાન તા. 3નાં રોજ સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય જુનાગઢ ખાતે તમામ સંસદ સભ્યોની તથા ભારત સરકાર અને રાજ્ય સરકારનાં અધિકારીઓની સ્ટડી ટૂર પ્રોગ્રામ યોજાવવાનો હોય તથા આ પ્રોગ્રામમાં વી.વી.આઈ.પી. મહાનુભવોની હાજરી રહેવાની હોય, તેઓની સુરક્ષા અને સલામતીને ધ્યાને રાખીને તા. 3ના રોજ સવારે 8 કલાકથી બપોરે 2 કલાક સુધી સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય મુલાકાતીઓ/પ્રવાસીઓ માટે બંધ રહેશે. તથા બપોરે 2 કલાકથી સક્કરબાગ પ્રાણીસંગ્રહાલય મુલાકાતીઓ/ પ્રવાસીઓ માટે ખુલ્લુ રહેશે. જેની તમામ મુલાકાતીઓ/ પ્રવાસીઓને સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયના નિયામકની યાદીમાં જાણ કરવામાં આવેલ છે.