સોશિયલ મીડિયામાં વાંધાજનક પોસ્ટ નહિ મુકવા જૂનાગઢ પોલીસની તાકીદ

પરશુરામ જયંતિ, અખાત્રીજ અને રમઝાન ઇદના તહેવારે પોલીસની જાહેર જનતા જોગ અપીલ

જૂનાગઢ : આવતીકાલે હિન્દૂ – મુસ્લિમ સમાજના તહેવારો હોય જૂનાગઢ જિલ્લા પોલીસ તંત્ર દ્વારા તમામ નાગરિકોને કોમી એકતા જળવાઈ રહે તેમ શાંતિ પૂર્ણ રીતે તહેવારો ઉજવવા અપીલ કરી સોશિયલ મીડિયામાં વાંધાજનક પોસ્ટ નહિ મુકવા તાકીદ પણ કરી છે.

જૂનાગઢ જિલ્લા પોલીસ તંત્ર દ્વારા જાહેર જનતાને અપીલ કરવામાં આવે છે કે, આવતીકાલ તા.૦૩/૦૫/૨૦૨૨ ના રોજ રમજાન ઇદ તથા પરશુરામ જયંતી તથા અખાત્રીજ તહેવાર નીમીતે કાયદો અને વ્યવસ્થા જાળવાઇ રહે તે સારૂ સાયબર ક્રાઇમ સેલ સતત કટીબંધ છે. પોલીસની ખાસ ટીમો સોશીયલ મીડીયા ઉપર વોચ રાખી રહી છે.

જો કોઇ વ્યકિત દ્વારા કોઇની ધાર્મિક લાગણી દુભાય એવી કે અન્ય વાંધાજનક મેસેજ પોસ્ટ વિડીયો કે લખાણ સોશીયલ મીડીયામાં અપલોડ કે ફોરવર્ડ કરવામાં આવશે કે ખોટી અફવા ફેલાવવામાં આવશે તો તેના વિરૂધ્ધમાં સખ્તાઇ પુર્વક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. વિશેષમાં વોટ્સએપ ગૃપ એડીમીને ગૃપમાં પોતાના સિવાય અન્ય કોઇ સભ્ય પોસ્ટ ન મુકી શકે એવુ ટેકનીકલ સેટીંગ કરી રાખવા અનુરોધ કરી રમજાન ઇદ તહેવાર તેમજ પરશુરામ જયંતી નીમીતે જૂનાગઢ જિલ્લામાં કોમી એકતા જળવાઇ રહે એવી અપેક્ષા સહ જૂનાગઢ જિલ્લાની જાહેર જનતાને અપીલ કરવામાં આવે છે. જેની તમામે નોંધ લેવી અનુરોધ કર્યો છે.